(એજન્સી) અબુધાબી, તા.૧ર
અબુધાબીના શહેજાદા મોહમ્મદ બિન જાયદ અલ-નાહ્યાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શાહી મહેલમાં આમંત્રિત કર્યા છે. પીએમ મોદી અબુધાબીના શાહી મહેલમાં આમંત્રિત થનાર પ્રથમ વિદેશી નેતા બન્યા છે. પીએમ મોદી ત્રણ દેશોની યાત્રાના બીજા તબક્કામાં જોર્ડનથી અબુધાબી પહોંચ્યા હતા. બંને નેતાઓ એકબીજાને હૂંફથી મળ્યા હતા. એરપોર્ટ પર અબુધાબીના શહેજાદા અને શાહી પરિવારના અન્ય સભ્યોએ પીએમ મોદીનું જોરદાર સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ એરપોર્ટ પર સ્વાગત માટે શહેજાદા મોહમ્મદ બિન જાયદનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, એમની યાત્રાની ભારત સંયુક્ત અરબ અમિરાત (ેંછઈ) સંબંધો પર સકારાત્મક અસર પડશે. પ્રધાનમંત્રીએ શહેજાદા મોહમ્મદ બિન જાયદ સાથેની મુલાકાત દરમિયાન અનેક વિષયો પર વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન બંને દેશો વચ્ચે પાંચ મહત્ત્વના કરારો પર હસ્તાક્ષર થયા. જેમાં ઈન્ડિયન ઓઈલ નેતૃત્વ હેઠળની કંપની સમૂહને ઉપસપાટી તેલ સુવિધામાં ૧૦ ટકા ભાગીદારી આપવાના કરાર પણ સામેલ છે.