(એજન્સી) તા.ર૭
યુએઈ તેના ઈઝરાયેલ સાથેના સંબંધોને સામાન્ય બનાવવાના પ્રયાસમાં ધીરે ધીરે સમર્થન પ્રાપ્ત કરી રહ્યું છે. આ સુલેહ ફરી કરવા પાછળ આર્થિક અને સુરક્ષા હિતો કારણસર છે. યુએઈ ઘણા વર્ષોથી ઈઝરાયેલ સાથેના તેના સંબંધોને સામાન્ય બનાવવાની પ્રક્રિયામાં છે અને અબુ ધાબીના સાથીઓ હવે તેના પ્રાયોજકને અનુસરી રહ્યા છે. દક્ષિણ સંક્રમણ પરિષદ (એસટીસી) યમનની અલગતાવાદી ચળવળ જેનું પ્રાયોજક યુએઈ છે, તેણે તાજેતરમાં ઈઝરાયેલ સાથેના તેના સંબંધોની સ્થાપના વિશે ઈચ્છા વ્યકત કરી જેની સાથે તે હાલમાં ગુપ્ત બાબતો વિશે વાતચીતમાં છે. લિબિયા રાષ્ટ્રીય સૈન્યના વડા ખલીફા હફતાર વિશે પણ આજ કહેવામાં આવી રહ્યું છે. ફાયેઝ અલ-સરરાજની તુર્કી આધારિત રાષ્ટ્રીય સમજૂતીની સરકાર વિરૂદ્ધ ખલીફા હફતાર નવા સમર્થન માગી રહ્યા છે. હફતાર અને તેલ-અવિવ વચ્ચે બે વર્ષોથી વાતચીત ચાલી રહી છે, (ૈંહીંઙ્મઙ્મૈખ્તીહષ્ઠીર્ હઙ્મૈહી) ના અહેવાલ અનુસાર અબુ ધાબીના રાજકુંવર મોહમ્મદ બિન ઝાયેદ અલ-નહયાનના મુખ્ય સુરક્ષા સલાહકાર મોહમ્મદ દલહાનના નજીકી પેલેસ્ટિનિયનો પણ ઈઝરાયેલ સાથેના તેમના સંબંધોને સામાન્ય બનાવવા અંગે પ્રતિબદ્ધ છે. કોવિડ-૧૯ના સંકટને ચાલતે, આ સમજૂતી ત્યારે આવી જયારે અબુ ધાબી તેના ઈઝરાયેલ સાથેના સંબંધોની જાહેરાત કરી રહ્યું છે. ખૂબ જ અસામાન્ય રીતે ઈમારતી એતિહાદ એરલાઈનના પ્લેનોનો કાફલો બેન ગુરિઓન હવાઈ મથકના ટાર્મેક પર ર૦ મે અને ૯ જૂને માનવતાવાદી સહાય સાથે વેસ્ટ બેન્ક માટે ઊતર્યો હતો. જો કે પેલેસ્ટીનિયન ઓથોરિટી (પીએ)એ તબીબી સહાય સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો એ દાવો કરીને કે ડિલિવરી પણ સમન્વયની પાર્ટી નથી. જે ઈઝરાયેલ સાથે ખાસ હાથ ધરવામાં આવી હતી. આ પ્રદર્શન પાછળ, અબુ ધાબી નવા સાયબર સિકયોરિટી કોન્ટ્રાકટસને સુરક્ષિત કરવા ઈઝરાયેલની સ્પષ્ટ માન્યતાનો લાભ લેવાનો વિચાર કરી રહ્યો છે. જેવું કે જૂનની ર૦ તારીખ પર થયેલા કરારનો હેતુ વર્તમાન રોગચાળાના સંદર્ભમાં સંયુકત સંશોધનની સુવિધા આપવાનો હતો. અગાઉના કોન્ટ્રાકટસ જે ર૦૧૯માં સમાપ્ત થઈ ગયા તેમના વિશે સમજૂતી છે કે તેની ગણતરી ૪ બિલિયન ડોલરથી વધારે થઈ હશે. ઈઝરાયેલ અને યુએઈ સંયુકત રીતે ઈરાન સામે બ્લોક બનાવવાની આશા રાખે છે. સામાન્યતામાં વધુ સુરક્ષા પ્રેરણાઓ પણ છે.