(એજન્સી) તા.૭
પેલેસ્ટીનિયન ટ્રિબ્યુનલના અધ્યક્ષ મહમૂદ અબ્બાસે બુધવારે લેબેનોનની સાથે એકજૂથતામાં રાષ્ટ્રીય શોખ દિવસની જાહેરાત કરી.
આ દરમ્યાન અબ્બાસે પોતાના લેબેનોની સમકક્ષ મિશેલ એઉનને બોલાવ્યા અને લેબેનોન અને બૈરૂતમાં વિસ્ફોટના પીડિતો માટે પોતાની સંવેદના અને સમર્થન રજૂ કર્યું. અબ્બાસે આ આકરા સમય દરમ્યાન લેબેનોનની સાથે પેલેસ્ટીન અને તેના લોકોની એકજૂથતા વ્યક્ત કરી અને લેબેનોનની આ ત્રાસદીથી બહાર અવવા માટે દરેક સંભવ મદદ આપવાની ઈચ્છા વ્યક્ત કરી. પીએ અધ્યક્ષે બૈરૂતમાં પેલેસ્ટીન રાજદ્વારીને યથાસંભવ મદદ કરવાના નિર્દેશ જારી કર્યા.
વિસ્ફોટનું કારણ અત્યાર સુધી સ્પષ્ટ થયું નથી. વર્ષોમાં બૈરૂતમાં થનાર સૌથી શક્તિશાળી વિસ્ફોટ અતિઅધિક વિસ્ફોટ સામગ્રીના ભંડારવાળા બંદર ગોડાઉનમાં થયો. એક તપાસ મુજબ અંદાજિત ર૭પ૦ મેટ્રિક ટન વિસ્ફોટક અમોનિયમ નાઈટ્રેટ એક ગોડાઉનમાં સંગ્રહિત હતો.