નામ : શાહરૂખ ખાન
જન્મ : ર નવેમ્બર ૧૯૬પ મેંગ્લોર
રાષ્ટ્રીયતા : ભારતીય
કાર્યક્ષેત્ર : અભિનેતા, ફિલ્મ નિર્માતા,
ટેલિવિઝન પ્રસ્તુતકર્તા, ગાયક,
પટકથા લેખક
પુરસ્કાર : ૧૩ જેટલા ફિલ્મફેર પુરસ્કાર, ૭ શ્રેષ્ઠ અભિનેતા પુરસ્કાર અને અન્ય ઘણા પુરસ્કાર મળેલ છે

શાહરૂખ ખાનનો જન્મ ૨ નવેમ્બર ૧૯૬૫એ થયો હતો. તે અભિનેતા અને હિન્દી ફિલ્મોના અગ્રણી સ્ટાર તેમજ ફિલ્મ નિર્માતા અને ટેલિવિઝન પ્રસ્તુતકર્તા છે. શાહરૂખે ૧૯૮૦ના અંતથી વિવિધ ટીવી શ્રેણીઓમાં કામ કરીને પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. તેમણે દિવાના ફિલ્મ દ્વારા ફિલ્મ જગતમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી તેઓ અસંખ્ય સફળ વ્યાવસાયિક ફિલ્મોનો એક ભાગ રહ્યા છે અને પોતાની ઘણી કામગીરીને લઇને પ્રશંસા પ્રાપ્ત કરી છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં તેમની કારકિર્દી દરમ્યાન તેમણે ૧૩ જેટલા ફિલ્મફેર પુરસ્કાર મેળવ્યા છે, જેમાંના સાત શ્રેષ્ઠ અભિનેતા શ્રેણીના છે. શાહરૂખની શ્રેષ્ઠ જાણીતી ફિલ્મો જેમ કે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે (૧૯૯૫), કુછ કુછ હોતા હૈ (૧૯૯૮), ચક દે ઇન્ડિયા (૨૦૦૭) અને ઓમ શાંતિ ઓમ (૨૦૦૭) બોલીવુડની સૌથી મોટી હિટ ફિલ્મો બની રહી હતી, જ્યારે ફિલ્મ જેવી કે કભી ખુશી કભી ગમ, કલ હો ના હો, વીર-ઝારા અને કભી અલવિદા ના કહેના વિદેશી બજારોમાં ટોચના ઉત્પાદનો બની ગઇ હતી, અને ખાનને હિન્દી સિનેમામાં અત્યંત સફળ અભિનેતાઓમાંના એક તરીકે પ્રસ્થાપિત કર્યા હતા. ૨૦૦૦ની સાલમાં ખાને ફિલ્મ નિર્માણ તેમજ ટેલિવિઝન પ્રેઝન્ટીંગનો પ્રારંભ કર્યો હતો. તેઓ બે નિર્માતા કંપનીઓ ડ્રીમ્ઝ અનલિમીટેડ અને રેડ ચીલીઝ એન્ટરટેઇનમેન્ટના સ્થાપક અને માલિક છે. ૨૦૦૮માં ન્યૂઝવીક સામયિકમાં તેમને વિશ્વમાં ૫૦ સૌથી શક્તિશાળી લોકોમાંના એક તરીકે સમાવવામાં આવ્યા હતા. ખાને જ્યારે જુહી ચાવલા અને ડાયરેક્ટર અઝીઝ મિરઝા સાથે મળીને ૧૯૯૯માં ડ્રીમ્ઝ અનલિમિટેડ અને ર૦૦૪માં રેડ ચીલીઝ એન્ટેરટેઈનમેન્ટ નામની પ્રોડક્શન કંપનીની સ્થાપના કરી હતી અને અન્ય એક હિટ ફિલ્મ એવી ‘મેં હું ના’નું નિર્માણ કર્યું હતું અને અભિનય પણ કર્યો હતો. ર૦૦પમાં પણ ખાને કરણ જોહર સાથે મળીને સુપર નેચશલ હોરર ફિલ્મ કાલનું નિર્માણ કર્યું હતું. પછીની તેમની કંપનીએ કંપનીએ ઓમ શાંતિ ઓમ (૨૦૦૭)નું નિર્માણ કર્યું હતું, જેમાં તેમણે ભૂમિકા ભજવી હતી. ર૦૦૭માં લોકપ્રિય ગેમ શો કોન બનેગા કરોડપતિની ત્રીજી શ્રેણીના યજમાન તરીકે અમિતાભ બચ્ચનને સ્થાને ખાન આવ્યા હતા. ગેઇમ શો હુ વોન્ટસ ટુ બી મિલિયોનર ?નું ભારતીય સ્વરૂપ હતું. પછી ૧૯ એપ્રિલ ૨૦૦૭ના રોજ તેનો અંત આવ્યો હતો. હાલમાં ચાલી રહેલ કોવિડ-૧૯માં ખાન ઘણી રીતે લોકોને મદદરૂપ થયા છે તે તેમની દરિયાદિલી અને ઉદારતા બતાવે છે.