(એજન્સી) મુંબઈ, તા.ર
બોલીવુડની જાણીતી અભિનેત્રી ઝીનત અમાનનો પીછો કરનાર અને એમને ધમકી આપનાર આરોપી બિઝનેસમેનની મુંબઈ પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે અભિનેત્રી ઝિનતનો પીછો કરવા અને ધમકી આપવાના આરોપમાં વ્યવસાયી વિરૂદ્ધ કેસ પણ દાખલ કર્યો છે. ઝીનત અમાન દ્વારા ૩૦મી જાન્યુ.ના રોજ મુંબઈના એક બિઝનેસમેન પર પીછો કરવાનો અને ધમકી આપી રહ્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને મુંબઈના જુહુ પોલીસ સ્ટેશનમાં બિઝનેસમેન વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદ મુજબ મુંબઈનો ૩૮ વર્ષીય બિઝનેસમેન સરફરાઝ ઉર્ફે અમન ખન્ના અભિનેત્રી ઝીનતનો ઘણા દિવસોથી પીછો કરતો હતો તેમજ વોટ્‌સએપ પર અશ્લીલ મેસેજ મોકલતો હતો. બે દિવસ પહેલાં તેણે ઝીનતના ઘરમાં ઘૂસી જઈને ગેેરવર્તણૂક કરી અને સિકયોરિટી ગાર્ડને પણ માર્યો હતો આખરે અભિનેત્રી ઝીનત અમાનની ફરિયાદને આધારે આરોપી અમન ખન્નાની જુહુ પોલીસે ધરપકડ કરી લીધી છે.