(એજન્સી) નવી દિ લ્હી, તા.૩૧
બોલિવૂડ અભિનેત્રી રિચા ચઢ્ઢાએ નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે એવું લાગે છે કે આ દેશ પર રાજ કરવાની રીત એવી છે કે તમારી પાસે જમવા માટે કંઈ નથી તો રાષ્ટ્રગીતનું ગાન કરો. તમે નથી જાણતા તો પહેલાં શીખીને પછી ગાઓ. તેણીએ લોકતાંત્રિક પ્રણાલીમાં સરકારને વધુ જવાબ આપવા માટે પ્રતિબંધ બનાવવાના મહત્ત્વ અંગે પણ વાત કરી હતી. રિચા ચઢ્ઢાએ કહ્યું કે લોકશાહીનો અર્થ છે કે તમે જે ઈચ્છો જ્યાં ઈચ્છો અને જેવી રીતે ઈચ્છો પોતાની વાત કરી શકો છો અને સરકાર તમારા પ્રતિ જવાબ આપવા પ્રતિબદ્ધ રહેશે. હું જમણેરી, ડાબેરી કે મધ્યસ્થી નથી. હું કર આપું છું અને તેથી જવાબ માંગું છું. જો કે લોકો ભયભીત છે. તેથી કશું થઈ નથી રહ્યું. તેઓ ભુલી જાય છે કે આ લોકશાહી છે. લોકોનું શાસન તમે પોતાના મતથી સરકાર બનાવો છો જો તે તમારા માટે યોગ્ય કામ નથી કરતી તો તમને પ્રશ્ન પૂછવાનો હક છે.
રિચા ચઢ્ઢાએ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ને સમર્થન આપતા કહ્યું કે વિરોધ તથ્યો સાથે થવો જોઈએ. આ સાથે તેમણે બોલીવૂડમાં યૌન શોષણ અંગે પણ પોતાનો મત સ્પષ્ટ કરતા કહ્યું કે અભિનેત્રીઓ યોગ્ય સમય અને પુરાવાની રાહ જોઈ રહી છે.