(એજન્સી) તા.૧૭
અભિનેત્રી કૃતિકા દેસાઈના પતિ અભિનેતા ઈમ્તિયાઝ ખાનનું અવસાન થયું છે. ઈમ્તિયાઝ પ્રસિદ્ધ અભિનેતા જયંતખાનના પુત્ર અને અમજદખાન (શોલેના ગબ્બર)ના ભાઈ હતા. ઈમ્તિયાઝનું અવસાન ૧પ માર્ચે મુંબઈમાં થયું. ઈમ્તિયાઝની વાત કરીએ તો તેમણે યાદો કી બારાત, નુરજહાં, દયાવાન જેવી અને ફિલ્મોમાં અભિનય કર્યો હતો. ઈમ્તિયાઝની પત્ની એક પ્રસિદ્ધ ટીવી અભિનેત્રી છે. કૃતિકા નીગમ જેમણે મેરે અંગને મેં, શક્તિ, ઉતરણ, કુમકુમ જેવા અનેક સિરિયલ્સમાં કામ કર્યું છે.