જામનગર, તા.૨૧
જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલના મહિલા તબીબ અમદાવાદ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવી પરત ફરતા તેમના લત્તાવાસીઓ દ્વારા ઉમળકાભેર તેણીનું ભવ્ય સ્વાગત સન્માન કર્યું હતું.
જામનગરની જી.જી. હોસ્પિટલમાંથી અમદાવાદ સિવીલમાં કોરોના વિભાગમાં ફરજ બજાવવા જામનગરથી ૨૪ ડોકટરોને મોકલેલ જેમાં ડૉ.અંજલી કનખરાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. તેઓ ૨૭ દિવસ બાદ ડયુટી પૂર્ણ કરી પોતાના ઘરે પરત ફરતા લતાવાસીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિનસ પ્લાઝા, સંગમ હિલ્સ એપાર્ટમેન્ટ, એમ.જે.પાર્ક સોસાયટી તેમજ માધવબાગના વિસ્તારનાં રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમના પર ફૂલો વરસાવી અને તાળી તેમજ થાળી વગાડી તેમને પ્રોત્સાહીત કર્યા હતા. આ તકે જામનગરના મેયર હસમુખભાઈ જેઠવા, સ્ટે.કમીટીના ચેરમેન સુભાષભાઈ જોષી, શહેર ભાજપ મહામંત્રી વિમલભાઈ કગથરા, વોર્ડ નં. ૧૩ના નગરસેવક મનીષભાઈ કનખરા, અતુલ ઓટોના ધર્મેન્દ્ર ભાઈ ચાંદ્રા, ભાજપ અગ્રણી ધીરૂભાઈ કનખરા, કે.જી.કનખરા, બાબલી કટારમલ, ભાનુશાળી સમાજના ટ્રસ્ટી વિનુભાઈ કનખરા, જીતુભાઈ જોઇસર ઉપસ્થિત રહી ડૉ. અંજલી કનખરાને તેમની ઉમદા કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ તકે ડૉ. અંજલી કનખરાએ આ દિવસો તેમના જીવનના યાદગાર દીવસો બની રહેશે તેમ જણાવી આ સન્માન બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
અમદાવાદથી પરત ફરેલા મહિલા તબીબનું જામનગરમાં સન્માન કરાયું

Recent Comments