મોડાસા,તા.૧૮
અમદાવાદ ગયેલા મોડાસાના ચીફ ઓફિસર પરત મોડાસા ફરત તેમને આરોગ્ય વિભાગે હોમ ક્વોરન્ટાઇન કર્યા હતા. બીજીબાજુ જિલ્લામાં એક મામલતદાર તેમની માતાની તબિયત નાદુરસ્ત થતા ખબર કાઢવા અન્ય જિલ્લામાં જઈ પરત ફર્યા હતા. તેમ છતાં આરોગ્ય તંત્રે મામલતદારને ક્વોરન્ટાઇન કરવામાં આળશ દાખવતા આરોગ્ય તંત્રની બેવડી નીતિ અપનાવી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર જીગ્નેશ બારોટ અગત્યના કામકાજ અર્થે તંત્રની મંજૂરી લઈ અમદાવાદ તેમના ઘરે ગયા હતા. અમદાવાદથી પરત ફરેલા ચીફ ઓફિસરના સરકારી બંગલે આરોગ્ય તંત્રએ પહોંચી ચીફ ઓફિસરની આરોગ્ય ચકાસણી કરી ૧૪ દિવસ માટે હોમક્વોરન્ટાઇન કરવામાં આવતા શહેરમાં હાલ કોરોનાના સંકટ ટાણે જ હોમક્વોરન્ટાઇન કરાતા શહેરીજનોમાં આશ્ચર્ય સર્જાયું છે. મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસરને હોમક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હોવા અંગે ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી આશિષ નાયકને ટેલિફોનિક પૂછપરછ કરાતા જણાવ્યું હતું કે, આ અંગે હજુ મારી પાસે આવો કોઈ રિપોર્ટ આવ્યો નથી આ અંગે તાલુકા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરો બીજીબાજુ તાલુકા આરોગ્ય અધિકારીનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો હાલ તો જિલ્લામાં આરોગ્ય તંત્રના અધિકારીઓ એક બીજાને ખો આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
અમદાવાદથી પરત ફરેલા મોડાસા ન.પા.ના ચીફ ઓફિસર હોમ ક્વોરન્ટાઈન કરાયા

Recent Comments