વલસાડ,તા.ર૬
વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયન દ્વારા અંગદાનની જાગૃતિ માટે અમદાવાદથી મુંબઇ સુધીની સાયકલ રેલીનું આયોજન કરાયું છે. આ રેલી આજરોજ વલસાડ આવી પહોંચી હતી. જેમાં હિતેન્દ્ર અડિયોલ, ડી. ડી. બેન્કર, સુહાગ પટેલ, ક્રિષ્ણાનંદન યાદવ, દિપલ પટેલ સાયકલ પ્રવાસ કરી વલસાડ આવ્યા હતા. વલસાડમાં તેમનું સ્વાગત રેલવેના ડો. હલદર, ડો. અનામિકા અવસ્થી, ડો. કરદમ દ્વારા યુનિયનના ડિવિઝનલ સેક્રેટરી પ્રકાશ સાવલકર, વલસાડ બ્રાન્ચના સંજય સીંગ, કિશોર પટેલ, જયેશ પટેલ વગેરે દ્વારા કરાયું હતુ.
આ સાયકલિસ્ટો અંગદાનનો મહત્વનો સંદેશ લઇ ફરી રહ્યા છે. અંગદાન થકી ૫૦ લોકોના જીવનમાં નવી ઉમંગ લાવી શકાય છે. જ્યારે કોઇ વ્યક્તિ બ્રેઇન ડેડ થાય ત્યારે તે પોતાની આંખ, કિડની, લિવર, ફેફસા, આંતરડા, બોનમેરો જેવા અનેક અંગોનું દાન કરી શકે છે. આ દાન થકી લોકોને નવું જીવન બક્ષી શકાય છે. ભારતમાં તેની જાગૃતતા ખુબ ઓછી છે. આ જાગૃતતા કેળવવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. અંગદાનના અભાવે વર્ષે ૫ લાખ લોકોનું મોત થાય છે. જેના કારણે આ દાનની જાગૃતિ માટે નોટો દ્વારા યુનિયનને અભિયાન શરૂ કર્યું છે.