• અબ્દુલ રઝાક ગાઝીને ગુજરાત ATS ની ટીમે બાંગ્લાદેશ સરહદેથી ઝડપી પાડ્યો • ગાઝી ૧૪ વર્ષથી વોન્ટેડ હતો, તે બાંગ્લાદેશ બોર્ડર નજીકના ગામડામાં રહી એલ.ટી.ના આતંકીઓને આશરો આપી બોર્ડર ક્રોસ કરાવતો

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.ર૦
અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશનને હચમચાવનારા બ્લાસ્ટના ગુનાના છેલ્લા ૧, વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી અબ્દુલ રઝાક ગાઝીને ગુજરાત છ્‌જીની ટીમે બાંગ્લાદેશની બોર્ડર પાસેથી ઝડપી પાડ્યો છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનમાં ૧૯ ફેબ્રુઆરી ર૦૦૬ના રોજ થયેલા બ્લાસ્ટમાં અનેક લોકો ઘાયલ થયા હતા. છ્‌જીના સૂત્રોના જણાવ્યા મુજબ ૈંજીૈંના ઈશારે લશ્કરે તૈયબાના સભ્યો દારૂગોળો ઇડ્ઢઠ તથા નાણાકીય મદદ મેળવી પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે કાલુપુર રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ નં.ર અને ૩ની વચ્ચેના ઁર્ઝ્રં ઉપર બોમ્બ બ્લાસ્ટ કર્યો હતો. આ ઘટનામાં ૮ આરોપીઓ પકડાઈ ગયા છે જ્યારે ૯ આરોપીઓ હજી પણ વોન્ટેડ છે. પોલીસ ગિરફતમાં આવેલો આરોપી અબ્દુલ રઝાક ગાઝી છેલ્લા ૧૪ વર્ષથી વોન્ટેડ હતો. આરોપી બાંગ્લાદેશ બોર્ડરથી નજીકના ગામડામાં રહીને લશ્કર-એ-તૈયબાના આતંકીઓને આશરો આપીને બોર્ડર ક્રોસ કરાવવાનું કામ કરતો હતો. કાલુપુર રેલવે સ્ટેશનમાં થયેલ બ્લાસ્ટમાં અનેક આરોપીઓને આશરો આપી બોર્ડર ક્રોસ કરાવવાનું કામ અબ્દુલ રઝાક ગાઝીએ કર્યું હતું. આ બ્લાસ્ટમાં મોહમ્મદ અસલમ ઉર્ફે અસલમ કાશ્મીરી, ઝૂલફિકર, અબુ ઝુંડાલ સહિત અનેક લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ ઘટનામાં સામેલ હતા. આ લોકોએ વર્ષ ૨૦૦૨માં થયેલ ગોધરાકાંડનો બદલો લેવા માટે ૈંજીૈંના ઈશારે લશ્કર-એ-તૈયબાની મદદથી મહારાષ્ટ્ર અને ગુજરાતના મુસ્લિમ યુવકોને પાકિસ્તાનના કબજા હેઠળ ર્ઁદ્ભ અને પાકિસ્તાનમાં તાલીમ લેવા મોકલી આપ્યા હતા. અબુ ઝુંડાલ અને ઝૂલફિકરે ગુજરાત અને મહારાષ્ટ્રમાં બદલો લેવા માટે આતંકવાદી હુમલાને અંજામ આપવા કાવતરૂં ઘડ્યું હતું જેના ભાગરૂપે નેપાળથી ઇડ્ઢઠ, એકે-૪૭ અને હેન્ડ ગ્રેનેડ અને કારતૂસ મંગાવ્યા હતા. પરંતુ મુંબઈ પોલીસે ઝડપી લીધા હતા. ત્યાર બાદ આ આતંકીઓએ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનમાં બોમ્બ બ્લાસ્ટને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જો કે, ઝૂલફિકર કાઝી હાલ પાકિસ્તાનમાં રહેતો હોવાનું જાણવા મળ્યું છે અને અબુ ઝુંડાલ પોલીસની ગિરફમાં આવી ગયો હોવાથી હાલ જેલમાં છે. નોંધનીય છે કે, છ્‌જીને એવી પણ શંકા છે કે, ૈંજીૈંના કહેવાથી અને અબ્દુલ ઝુંડાલની મદદથી આરોપી અબ્દુલ રઝાક ગાઝીએ બેંગ્લોર બ્લાસ્ટના આરોપીઓને આશરો આપવા અને બોર્ડર ક્રોસ કરાવવામાં મદદ કરી હતી, આથી આ મુદ્દે પણ છ્‌જીએ આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે.