અમદાવાદ શહેર કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. ખાસ કરીને કોટ વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી હોવાથી મ્યુનિસિપલ કમિશનરે કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરી શહેરમાં પ્રવેશવાના તમામ દરવાજા અને શહેરને જોડતા બ્રિજ પર થર્મલ સ્ક્રિનિંગ મશીન મૂકવામાં આવ્યા છે. જેના દ્વારા આવતા-જતા રાહદારીઓ અને વાહનચાલકોનું થર્મલ ગન દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. નહેરૂબ્રિજ અને એલિસબ્રિજ પર આડશ મૂકી દેવાઈ છે અને ખાનગી વાહનો માટે બંધ કરી દેવાયા છે. જેથી કરીને લોકડાઉનનું સખ્તાઈથી પાલન કરાવી શકાય.