અમદાવાદ, તા.ર૧
અમદાવાદમાં આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોલ અને પાર્ટી પ્લોટ કોર્પોરેટરો અને ધારાસભ્યો દ્વારા પોતાનાં નામે ર૦૧૭ સુધી કરાવી લેતાં સમગ્ર શહેરનાં સામાન્ય લોકોને હોલ અને પાર્ટી પ્લોટ મળતાં નથી. જેથી સામાન્ય પ્રજાને હાલાકી ભોગવવી પડે છે. જે અંગે હાઈકોર્ટમાં રિટ કરવામાં આવી છે. અમદાવાદના ૬પ કોર્પોરેટરો અને ૮ ધારાસભ્યોએ શહેરના તમામ હોલો બુક કરાવી લીધા છે. જે અંગેની જાહેર હિતની અરજીની સુનાવણી બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને હાઈકોર્ટે સવાલ પૂછ્યો છે કે આવું કઈ રીતે બની શકે છે ? ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી જાહેરહિતની રીટમાં એવી દાદ માંગવામાં અમદાવાદ શહેરના ૬પ જેટલા કોર્પોરેટરો અને ૮ ધારાસભ્યોએ પોતાના નામે એએમસી હસ્તકના કોમ્યુનીટી હોલ અને પાર્ટી પ્લોટ ર૦૧૯ સુધી બુક કરાવી દીધા છે. જેના લીધે સામાન્ય લોકો પોતાના કોઈ પ્રસંગ માટે હોલ બુક કરાવવા જાય ત્યારે તેઓને હોલ મળતો નથી અને કહેવામાં આવે છે. હોલ બુક કરાવવા જાય ત્યારે તેઓને હોલ મળતો નથી અને કહેવામાં આવે છે. હોલ બુક થઈ ચૂક્યો છે. કોર્પોરેટરો અને ધારાસભ્યો પોતાના નામે બુક કરાવેલા હોલ માત્રને માત્ર પોતાના મળતિયાઓને અથવા તેમનાં સમર્થકો, ટેકેદારોને જ આપે છે અને તેઓ તે હોલનું ભાડું ઉંચા દરે વસુલતા હોય તેવાં પણ આક્ષેપો ભૂતકાળમાં લોકો દ્વારા થયાં હતાં. અરજદારની રજૂઆત બાદ ખુદ હાઈકોર્ટ પણ આ અંગે આશ્ચર્ય પામી હતી. અને એએમસીને પુછ્યું હતું કે કઈ રીતે નેતાઓ આગોતરી રીતે હોલ પોતાના નામે બુક કરાવી શકે છે. આ અંગે એએમસીએ આગામી સુનાવણી વખતે હોલ બુક કરાવનારા કોર્પોરેટરો અને ધારાસભ્યોના નામ અન તેમની વિગતો અને તેની જાણકારી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવાની રહેશે.