ડીસા, તા.૧૪
તાજેતરમાં જ અમદાવાદના પત્રકાર મિત્ર ધવલ પટેલની રાજદ્રોહ જેવા ગંભીર ગુનામાં ધરપકડ કરાતા પત્રકાર આલમમાં રોષની લાગણી ફેલાઇ છે ત્યારે ગુજરાતમાં રાજ્ય સ્તરના પ્રથમ સંગઠન એવા ગુજરાત પત્રકાર એકતા સંગઠને પત્રકાર વિરોધી વલણ ધરાવતી રાજ્ય સરકાર સામે મોરચો માંડ્યો છે અને પ્રદેશ અગ્રણીઓના આદેશ અનુસાર રાજ્યભરના તાલુકા અને જિલ્લા સંગઠનો પણ પત્રકાર ધવલ પટેલની મુક્તિની માંગ સાથે આવેદનપત્ર આપી રહ્યા છે ત્યારે ગુજરાત પત્રકાર એકતા સંગઠનના બનાસકાંઠા જિલ્લા એકમે પણ આજે ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર આપી અમદાવાદના પત્રકાર મિત્રની મુક્તિ માટે માંગ કરી હતી. ગુજરાત પત્રકાર એકતા સંગઠનના પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડિયાના આદેશ તેમજ પ્રયોજક સલીમભાઈ બાવાણી, પ્રદેશ ઉપાધ્યક્ષ ગિરવાનસિંહજી સરવૈયા અને જગદીશસિંહ રાજપુત તેમજ ગૌરાંગભાઈ પંડ્યા, ઝોન પ્રભારી અંબાલાલ રાવલના માર્ગદર્શન પત્રકાર એકતા સંગઠનના બનાસકાંઠા જિલ્લા એકમના પ્રમુખ વસંતભાઈ ગોસ્વામીની આગેવાની હેઠળ પ્રદેશ સંગઠન મંત્રી પ્રધાનસિંહ રાઠોડ, જિલ્લા ખજાનચી હરેશભાઇ ઠકકર અને ગઢ પ્રભારી કાંતિલાલ લોધાએ આજે ડીસાની નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરી રાજદ્રોહના ગુનામાં ધરપકડ કરાયેલ અમદાવાદના પત્રકાર ધવલ પટેલની મુક્તિ માટે માંગણી કરી હતી. સોશિયલ ડિસ્ટન્સના પાલન માટે માત્ર ચાર પત્રકાર અગ્રણીઓની ઉપસ્થિતિમાં આવેદનપત્ર અપાયા બાદ પત્રકાર એકતા સંગઠનના બનાસકાંઠા જિલ્લા એકમના પ્રમુખ વસંતભાઈ ગોસ્વામીએ રાજદ્રોહ જેવા ગંભીર ગુનામાં પત્રકારની ધરપકડને રાજ્ય સરકારના મીડિયા વિરોધી વલણનો પુરાવો ગણાવી આ પગલાંની આકરી નિંદા કરી હતી.
અમદાવાદના પત્રકારની ધરપકડના વિરોધમાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર

Recent Comments