વડોદરા, તા.૧૧
અમદાવાદના ફાઇનાન્સર અલ્પેશ પટેલના આપઘાત કેસમાં પોલીસને ર્ચોકાવનારી વિગતો મળી છે. આરોપી નરેન્દ્રસિંહ વાઘેલા જીય્ફઁ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યો હતો અને ફરિયાદ નોંઘાઇ તે જ દિવસે રાત્રે બે વાગે હોસ્પિટલમાંથી ભાગી છૂટ્યો હતો. ક્રોરોનાનો દર્દી હોવા છતાં સારવાર પુરી થયા વિના જવા દેવાતા હોસ્પિટલ સંચાલકોની ભૂમિકા સામે પ્રશ્રાર્થ ઉભા થયા છેપ વડોદરાની સયાજીગંજ પોલીસ દ્વારા અમદાવાદમાં દરોડા જારી છે. સનાથલમાં આરોપી અનિરૂદ્ધસિંહના નિવાસે પોલીસે દરોડા પાડ્યા હતા અને અન્ય આરોપીઓની અલગ-અલગ સ્થળોએ શોધખોળ કરી હતી. નરેન્દ્રસિંહ વાઘેલા અને નાગર્જુનના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ફાઇનાન્સર અલ્પેશ પટેલે વડોદરાની હોટેલ માં કરેલી આત્મહત્યાના બનાવમાં દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયા બાદ દસ આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસે આરોપીઓની સઘન શોધખોળ શરૂ કરી છે, પરંતુ હજી સુધી કોઇ પત્તો મળી શક્યો નથી. બીજી તરફ અલ્પેશ પટેલના ઘરે નાગાર્જુન તેના માણસોને લઇને ગયો હોવાનો વીડિયો પણ વાઇરલ થતાં પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી હતી. નાગાર્જુને અલ્પેશના પુત્ર સાથે કરેલી વાતચીતની ઓડિયો ર્કિંલપ પણ બહાર આવી હતી. જેમાં નાગાર્જુને તારા પિતા સાથે વાત થઈ છે તે પ્રકારની વાતચીત કરીને હું તારા ઘરે આવું છું તેમ ઘમકીભર્મા સુરે જણાવ્યું હતું.
અમદાવાદના બોપલમાં રહેતા ફાયનાન્સર અલ્પેશ પટેલે વડોદરાની હોટેલમાં કરેલી આત્મહત્યાના બનાવમાં પાલીસ આત્મહત્યા માટે પ્રેરણા આપનારા ૧૦ જણાને શોધી રહી છે. પોલીસે નાગાઅર્જુન મોઢવાડિપા તથા અલ્પેશના ભાગીદાર નરેન્દ્રસિંહ વાઘેલા તથા ભરતસિંહ જોધા અને અમિત ખુંટના ઘરે સમન્સ મોકલીને હાજર થવા જણાવ્યું છે, જ્યારે અન્ય ૬ આરોપીઓના ઘરે પણ સમન્સ મોકલવાની તજવીજ કરવામાં આવી છે, જોકે, સપાજીગંજ પોલીસની બે ટીમોએ અમદાવાદના સોલા અને બાપુનગરમાં ઘામા નાખીને આરોપીઓનીં શોધખોળ કરી હતી, પરંતુ કોઇ પત્તો મળી શક્યો ન હતો.
અમદાવાદમાં તપાસ કરી રહેલી સપાજીગંજ પોલીસે આરોપીંઓ પૈકીના એક નાગાર્જુન લક્ષ્મણ મોઢવાડિપા અમદાવાદના સોલા ગામમાં રહતો હોવાનું જાણવા મળતાં તેના ઘરે જઈને ફરીથી પંચનામું કર્યું હતુંપ આ ઉપરાંત સાણંદ તાલુકાના ગોઘાવી ગામમાં રહેતા મુકેશ કાનજી વાઘેલા, સિદ્ધરાજસિંહ ઉફ્રેં લાલો કલ્પેશ વાઘેલા અને લકી રાજ અમરસિંહ વાઘેલાને શોધવા માટે પોલીસે ગોઘાવી ગામ અને તેના આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી, પરંતુ, તેઓ મળી આવ્યા ન હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે ચારેય આરોપીઓને ૧૩ તારીખે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા નોટિસ આપી હતી.