બાવળા, તા.પ
ચાંગોદર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના સનાથલ રીગરોડ સર્કલ થી ખોડલ હોટલ નજીક ભોગ બનનાર ભરતભાઇ ગુટ્ટીમલ રાજપુત (રહે. અમદાવાદ) પોતે પેસેન્જર રીક્ષા ચાલાવે છે. તેને અજાણ્યા ત્રણ શખ્સોએ અમદાવાદ ગીતામંદિરથી સ્પેશ્યલ ભાડામા રીક્ષામા બેસી મોરૈયા ચાંગોદર જવાનુ કહ્યું હતું દરમ્યાન સનાથલ સર્કલ ઉપર આવતા રીક્ષા રોંગ સાઇડના સર્વીસ રોડ ઉપર લેવડાવી ચપ્પુ જેવા તિક્ષ્ણ હથિયાર તેમજ પથ્થરોથી શરીરે ઇજાઓ કરી રીક્ષાચાલકના ખિસ્સામાથી રોકડ તથા ATM કાર્ડ તથા આધાર કાર્ડ પાનકાર્ડ ડ્રા.લાયસન્સ તેમજ CNG રીક્ષા કિં.રૂ.૭૫,૦૦૦/-ની લુંટ કરી નાસી ગયા હતા. જે બાબતે ચાંગોદર પો.સ્ટે.મા લુંટનો ગુનો નોંધાયો હતો. ચાંગોદરના ઇ.પો.ઇન્સ. જે.ડી.દેવડા તથા સ્ટાફના માણસોએ સર્વેલન્સ આધારે લુંટમા ગયેલ મોબાઇલ ફોન સાથે આરોપી નંદલાલ ઉર્ફે બદલો લલ્લનભાઇ લાલમુની શાહ (રહે.સિંધવાઇ માતાજીના મંદિર પાછળ રામોલ અમદાવાદ)ની અટક કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. તેના ઇન્ટ્રોગેશન દરમ્યાન બે સહ આરોપીઓના નામ ખુલવા પામેલ છે જે પૈકી પ્રિયકાન્ત ઉર્ફે નાનુ સોમનાથભાઇ કોષ્ટી (રહે. મુક્તાનંદ સોસાયટી જામફળવાડી રામોલ) રામોલ પો.સ્ટે.ના ગુનામા હાલ જેલમા છે તથા રાજુ મરાઠી ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.