સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં અમદાવાદના સીજી રોડ પર એક નીલગાય રખડતી-ભટકતી હાલતમાં જોવા મળે છે, જો આ વીડિયોને સાચો માનીએ તો નીલગાય કોંક્રિટના જંગલોમાં ભૂલી પડી ગઈ હોય તે નવાઈની વાત કહેવાય કદાચ એવું બન્યું હોય કે લોકડાઉનને કારણે હાલ રસ્તાઓ સૂમસામ છે. વાહન વ્યવહાર ઠપ્પ છે. એટલે આ નીલગાયને જ્યાં જૂઓ ત્યાં ચહલ-પહલ વિનાના ખુલ્લા ખેતરો જણાયા હશે, એટલે અહીં સુધી આવી ગઈ હશે. આમેય અમદાવાદના આસપાસના વિસ્તારોમાં નીલગાયની સંખ્યા પુષ્કળ પ્રમાણમાં છે, ત્યારે સાબરમતી નદી કિનારે થઈ કે પછી સરખેજ-સાણંદ થઈ અહીં સુધી આવી હોવી જોઈએ.