અમદાવાદ, તા.૮
દેશની સૌથી મોટી ખાનગી ફાર્મા કંપનીઓમાંથી એક અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલા ત્રાસદ ગામની કેડિલા કંપનીના એક સાથે ૨૬ કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો છે. પ્રથમ વાર એક જ દિવસમાં ૨૭ કેસ નોંધાયાની આ પહેલી ઘટના છે. બુધવારે ૩ કર્મચારીને પોઝિટિવ આવ્યો હતો. બાદમાં ૩૦ કર્મચારીના ટેસ્ટ કરાયા હતા. અહીં ત્રાસદ, ધોળકા, અમદાવાદ સહિતના શહેરોમાંથી અંદાજે ૪૦૦ કર્મચારી નોકરી કરવા આવે છે. ૨ દિવસ પહેલાં ૩ કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ ૩૦ કર્મચારીના ટેસ્ટ કરાવાયા હતા. તેમાંથી ૨૧ જણાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્ર દોડતું થઈ ગયું છે આ ૨૧ કર્મચારીમાંથી ધોળકાના ૯, અમદાવાદના ૮, ભાતના ૧, પીસાવડાના ૧, ત્રાસદના ૧ અને મહુધાના ૧નો સમાવેશ થાય છે. કેડિલામાં એક જ દિવસમાં એકસાથે ૨૧ કર્મચારીને કોરોના થતાં તંત્રે તાત્કાલિક અસરથી કંપની બંધ કરાવી છે અને ધોળકા શહેરમાં પ્રવેશવાના તમામ માર્ગો બંધ કરી દેવાયા છે. આ અંગે કંપનીના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે, કેડિલા ફાર્માસ્યુટિકલ્સ ઉચ્ચ ગુણવત્તાવાળી દવા ઉત્પાદન કરતી દેશની અગ્રણી કંપની છે. કંપની સાથે સંકળાયેલા કર્મચારીઓ, આરોગ્ય કર્મીઓ, સહભાગીદારો અને અન્ય વેપારીઓની તમામ સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે.
બે દિવસ પહેલાં કેડિલા કંપનીમાં ફરજ બજાવતાં ૩ કર્મચારીઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તંત્ર દ્વારા ૩૦ કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં ૨૬ લોકો પોઝિટિવ આવ્યા છે. ધોળકા તાલુકામાં પોઝિટિવ કેસની સંખ્યા ૪૦ પર પહોંચી ગઈ છે. કેડિલા ફાર્માએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સૂચવાયેલા સલામતી અને આરોગ્ય ચકાસણીના તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા છતાં કમનસીબે તાજેતરમાં કંપનીના ધોળકા પ્લાન્ટમાં કાર્યરત ૨૬ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત જણાયા છે. આ ઘટનાના પગલે અમે સ્વયંભૂ રીતે પ્લાન્ટની કામગીરી બંધ કરી દીધું છે. અમદાવાદ જિલ્લાના આરોગ્ય વિભાગના મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, કોરોનાના સંક્રમણને અટકાવવા અમદાવાદ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સર્વગ્રાહી રીતે પગલાં લેવામાં આવી રહ્યા છે. નાની-નાની બાબતોનું ધ્યાન રાખીને જિલ્લામાં રોગનું સંક્રમણ ન થાય તે માટે વિશેષ તકેદારી રખાઈ છે. તેના ભાગરૂપે આજે અમદાવાદ જિલ્લાના ધોળકા નજીક આવેલી કેડિલા ફાર્માસ્યુટિકલ્સ ખાતે સેનિટાઈઝેશન કરવામાં આવ્યું હતું.