કુદરતી કે માનવસર્જિત આફતના સમયે પ્રજાના જાનમાલનું રક્ષણ કરવા ફાયરબ્રિગેડ હંમેશા ખડેપગે હોય છે. ભૂકંપ, પૂર, વાવાઝોડું, આગ, પાણીમાં ડૂબી જવું જેવી કોઈપણ આફત હોય ફાયરબ્રિગેડના લાશ્કરો પોતાના જાનની પરવા કર્યા વિના બીજાના જાન બચાવવા દોડી જાય છે. હાલ દેશભર સહિત ગુજરાત અને અમદાવાદ કોરોનાના વિકરાળ પંજામાં સપડાઈ ચૂક્યું છે ત્યારે આવી મહામારીમાં પણ પ્રજા આ રોગચાળાથી બચે તે માટે ફાયરબ્રિગેડના લાશ્કરો દિવસ રાત ફરજ બજાવી રહ્યા છે. દેશભરમાં ફાયરબ્રિગેડના જવાનો સેનિટાઈઝેશનની કામગીરી કરી શહેરને રોગમુક્ત બનાવવા કમરકસી રહ્યા છે.