અમરેલી, તા.૮
અમરેલીના ધારી રોડ પર આવેલ હોટલ પાસેથી એક વાહનચોરને ચોરીની ગાડી સાથે એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. આ બોલેરો મેક્સ પીકઅપ વાહન અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
અમરેલી એલસીબી સ્ટાફ ધારી રોડ પર આવેલ રાધેશ્યામ હોટલ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે ગોપાલ ઉર્ફે મુન્નો ચંદુભાઈ વાઘેલા (ઉ.વ.ર૧, રહે. ધારી. જિ.અમરેલી)ને ચોરીની બોલેરો મેક્સ પીકઅપ સાથે ઝડપી પાડ્યો હતો. આ વાહન દસેક મહિના અગાઉ ઉજાલા સર્કલ પાસે સરખેજ-અમદાવાદથી ચોરી કરી હોવાનું જણાવતા પોલીસે બોલેરો વાહન તથા આરોપીને અમરેલી તાલુકા પો.સ્ટેશનમાં સોંપી દીધેલ છે.