જમાલપુર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય સાબીરભાઈ કાબલીવાલા અને આરીફ બાલાવાલા તથા તેમની ટીમે તા.૧૯/પ/ર૦ર૦ના રોજ અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાંથી આશરે ૧૮૦ જેટલા જમ્મુ અને કાશ્મીરના કુટુંબીજનોને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પરથી તેમના વતનમાં મોકલવાની વ્યવસ્થા કરી હતી. ઉપરાંત ૬૭૮ શ્રમિકોને પશ્ચિમ બંગાળ મોકલવા વ્યવસ્થા કરી હતી. અગાઉ પણ સાબીરભાઈ કાબલીવાલા અને આરીફ બાલાવાલાએ અસંખ્ય શ્રમિકોને બિહાર-ઉત્તરપ્રદેશ મોકલવા ભારે જહેમત ઊઠાવી હતી.