અમદાવાદ, તા.૧૦
અમદાવાદમાં લોકડાઉનનો અમલ કરાવવા પોલીસ દ્વારા ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે ઉપરાંત વગર કામે બહાર નીકળી કાયદાનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી પણ કરી રહી છે. ત્યારે અમદાવાદમાં એક જ દિવસમાં ૩૬૧ ગુના નોંધાયા છે. જેમાં ૮૪૬ લોકોની અટકાયત કરાઈ છે. એટલે અત્યાર સુધી અમદાવાદમાં ર૧૯૦ ગુનામાં ૬ર૪પ લોકોની અટકાયત કરવામાં આવી છે. ઉપરાંત નિયમોના ભંગ કરતાં પ૭૯ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. ઉપરાંત નિયમો ભંગ કરનારા વાહન ચાલકો પાસેથી રૂા.૬.૪૯ લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ કોરોનાનું હોટ સ્પોટ બનતું જઈ રહ્યું છે ત્યારે શહેરમાં લોકડાઉનના કાયદાનો કડક અમલ પોલીસ કડક કાર્યવાહી કરીને પ્રજાની જ સુરક્ષા કરવા તૈનાત છે. ત્યારે પ્રજા પણ પોતાની ફરજ માનીને ઘરમાં રહી લોકડાઉનનો અમલ કરી કોરોનાની મહામારી સામે લડતા લડવૈયા ડૉક્ટર, પોલીસ અને સફાઈ કર્મીઓને સહયોગ આપે તે જરૂરી છે.