અમદાવાદ શહેરમાં કોરોનાના કેસોનો રાફડો ફાટતા બે દિવસ માટે કરફયુ લાગુ કરાયો છે. ત્યારે શનિવારે કરફયુના પ્રથમ દિવસે અમદાવાદ શહેર સજ્જડ બંધ રહ્યું હતું. જેને લીધે શહેરના તમામ વિસ્તારો સુના-સુના જોવા મળ્યા હતા. જો કે ઈમરજન્સી માટે લોકોને બહાર જવા દેવાતા હતા. તેમ છતાં કેટલાય વિસ્તારોમાં કરફયુનો ભંગ કરનારા લોકો સામે પણ પોલીસે કડક કાર્યવાહી કરી હતી. શહેરના મોટા ભાગના રસ્તાઓ ઉપર પોલીસે બેરીકેટ કે આડસો મૂકીને કરફયુનો કડક અમલ કરાવ્યો હતો. અમદાવાદમાં કરફયુના પ્રથમ દિવસે શહેરના જુદા જુદા વિસ્તારની ઝલક પ્રસ્તુત તસવીરોમાં જોઈ શકાય છે.