• અમદાવાદ એરપોર્ટ પર ટેક્સીચાલકો અને કેબ સર્વિસવાળાની ઉઘાડી લૂંટ

• અમદાવાદ શહેરમાં પ્રવેશવાના તમામ માર્ગો પર પોલીસનું કડક ચેકિંગ

(સંવાદદાતા દ્વારા)  અમદાવાદ, તા.૨૧
દિવાળીના તહેવાર દરમિયાન રાજ્ય સરકારે આપેલી છૂટછાટને કારણે કોરોનાના કેસો વકરતા અમદાવાદ સહિત ચાર શહેરોમાં કરફ્યુ નાખવાની ફરજ પડી છે. અમદાવાદ શહેરમાં શુક્રવારે રાત્રિથી કરફ્યુનો અમલ શરૂ કરી દેવાયો છે. જ્યારે સુરત, વડોદરા અને રાજકોટમાં શનિવારે રાત્રિથી કર્ફ્યુ નાખવામાં આવ્યો છે. અમદાવાદમાં કર્ફ્યુનો કડક અમલ કરાતા રસ્તાઓ સૂમસામ ભાસતા હતા.
અમદાવાદ શહેરમાં કરફ્યુનો કડક અમલ કરવામા આવ્યો હતો. પોલીસ દ્વારા દરેક વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરી બહાર જોવા મળતા લોકોને રોકીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. કામ વિના બહાર નીકળતા લોકોની અવર-જવર પણ કડકાઈ કરવામાં રસ્તાઓ પર વાહનોની પાંખી હાજરી વર્તાતી હતી. શહેરમાં પ્રવેશવાના તમામ માર્ગો પર આડશો મૂકી પોલીસે સઘન ચેકીંગ હાથ ધરતા રસ્તાઓ સૂમસામ ભાસતા હતા. કોરોનાના વધતા જતા કેસોને લઈને વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રે ૯થી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. પરિણામે નવ વાગ્યા પહેલા જ લોકો ધંધા રોજગાર બંધ કરી પોતાના ઘર તરફ જવા રવાના થયા હતા. નવ વાગ્યા સુધીમાંતો શહેરના રસ્તાઓ સૂમસામ થઈ ગયા હતા. પુનઃ લાદવામાં આવેલા કરફ્યુ અંગે વેપારીઓના જણાવ્યા મુજબ દિવાળીના તહેવારોમાં ઘરાકી વધતા ધંધા રોજગાર ફરી ખુલવાની આશા જાગી હતી. પરંતુ ફરી લોકડાઉન જેવું જ થઈ જતાં ધંધા-રોજગાર પર ખુબ જ મોટી અસર પડશે. વડોદરામાં શહેરમાં આજે રાત્રે નવ વાગ્યાથી રાત્રિ કરફ્યુનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો. તે પૂર્વે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સવારથી જ અલગ-અલગ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦થી વધુ દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતા તાત્કાલિક સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છ અમદાવાદ શહેરમાં કરફ્યુ લગાવવામાં આવ્યો છે ત્યારે એરપોર્ટ પર મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. અમદાવાદ એરપોર્ટ પર બહારથી આવેલા મુસાફરોને અમદાવાદના જ વિસ્તારમાં જવા માટે ટેક્સીચાલકો અને કેબ સર્વિસ ધારકો રૂા.એક હજારથી બે હજાર પડાવી રહ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મ્ઇ્‌જી અને ઇલેક્ટ્રોનિક બસો મૂકવામાં આવી હતી પરંતુ એમાં ઓછા મુસાફરોએ લાભ લીધો હતો. અમદાવાદની સરહદો પર પોલીસ તેનાત કરી દેવાઈ છે અને કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. બહારગામથી આવતા વાહન ચાલકોને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો જેના કારણે મુસાફરો અટવાયા હતા.