(સંવાદદાતા દ્વારા) અમદાવાદ તા.૨૮
અમદાવાદ શહેરમાં મે મહિનાની શરૂઆતથી કોરોનાના કેસોમાં જે ઉછાળો જોવા મળ્યો હતો તેમાં કોઈ રાહત જોવા મળતી નથી. શહેરમાં છેલ્લા ૨૮ દિવસથી એકાદ દિવસને બાદ કરતા સતત ૨૫૦થી વધુ કેસો નોંધાઈ રહ્યા છે એટલું જ નહીં કોરોનાના સંક્રમણને લીધે ટપોટપ મોત પણ યથાવત છે. અમદાવાદમાં આજે ગુરૂવારે ૨૪૭ નવા કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાની સારવાર દરમિયાન આજે વધુ ૧૬ દર્દીઓના મોત નિપજ્યા હતા. અમદાવાદમાં કુલ પોઝિટિવ કેસ ૧૧૩૪૪ નોંધાઈ ચુક્યા છે. તો અમદાવાદમાં કુલ મૃત્યુઆંક ૭૮૦ થઈ ગયો છે. શહેરમાં ગુરૂવારે વધુ ૩૮૧ દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. હાલમાં અમદાવાદમાં એક્ટિવ કેસોની ૫૫૦૦થી વધુ સંખ્યા નોંધાઈ છે. અમદાવાદમાં ઝોન પ્રમાણે કોરોના કેસ અને કોરોનાને લીધે મોતના આંકડાઓ નીચે રજૂ કરવામાં આવ્યા છે. જેમાં મધ્યઝોન સૌથી ટોપ પર રહેલ છે અને તેમાં પણ જમાલપુરમાં સૌથી વધુ કોરોનાના કેસ અને મૃત્યુ નોંધાયા છે.
મધ્ય ઝોન
ખાડિયામાં ૬૩૨ કેસ, ૫૬ મૃત્યુ
અસારવામાં ૩૮૬ કેસ, ૨૭ મૃત્યુ
દરિયાપુરમાં ૨૯૬ કેસ, ૪૭ મૃત્યુ
જમાલપુરમાં ૯૯૨ કેસ, ૧૩૭ મૃત્યુ
શાહપુરમાં ૩૫૯ કેસ, ૨૬ મૃત્યુ
શાહીબાગમાં ૧૩૨ કેસ, ૧૪ મૃત્યુ
પશ્ચિમ ઝોન
નવા વાડજમાં ૧૪૬ કેસ, ૭ મૃત્યુ
નવરંગપુરામાં ૧૪૨ કેસ, ૧૭ મૃત્યુ
નારણપુરામાં ૮૬ કેસ, ૧૧ મૃત્યુ
સ્ટેડિયમમાં ૫૮ કેસ, ૭ મૃત્યુ
વાસણામાં ૧૪૧ કેસ, ૧૫ મૃત્યુ
પાલડીમાં ૧૨૭ કેસ, ૫ મૃત્યુ
રાણીપમાં ૮૧ કેસ, ૩ મૃત્યુ
સાબરમતીમાં ૭૧ કેસ, ૩ મૃત્યુ
ચાંદખેડામાં ૧૦૮ કેસ, ૫ મૃત્યુ
દક્ષિણ-પશ્ચિમ ઝોન
જોધપુરમાં ૧૨૮ કેસ, ૩ મૃત્યુ
વેજલપુરમાં ૧૭૮ કેસ, ૨ મૃત્યુ
સરખેજમાં ૫૯ કેસ, ૯ મૃત્યુ
મકક્તમપુરામાં ૮૮ કેસ, ૬ મૃત્યુ
ઉત્તર-પશ્ચિમ ઝોન
બોડકદેવમાં ૭૭ કેસ, ૩ મૃત્યુ
થલતેજમાં ૬૧ કેસ, ૨ મૃત્યુ
ગોતામાં ૯૬ કેસ, ૩ મૃત્યુ
ચાંદલોડિયામાં ૫૬ કેસ, ૧ મૃત્યુ
ઘાટલોડિયામાં ૪૯ કેસ, ૧ મૃત્યુ
ઉત્તર ઝોન
કુબેરનગરમાં ૨૭૬ કેસ, ૯ મૃત્યુ
બાપુનગરમાં ૩૭૫ કેસ, ૨૨ મૃત્યુ
સરસપુરમાં ૩૮૬ કેસ, ૨૯ મૃત્યુ
ઠક્કરનગરમાં ૧૩૨ કેસ, ૧૭ મૃત્યુ
સૈજપુરમાં ૮૯ કેસ, ૮ મૃત્યુ
ઈન્ડિયા કોલોનીમાં ૬૬ કેસ, ૧૬ મૃત્યુ
સરદારનગરમાં ૭૯ કેસ, ૭ મૃત્યુ
નરોડામાં ૨૨૫ કેસ, ૮ મૃત્યુ
પૂર્વ ઝોન
ભાઈપુરામાં ૧૦૨ કેસ, ૯ મૃત્યુ
અમરાઈવાડીમાં ૨૬૬ કેસ, ૧૬ મૃત્યુ
ગોમતીપુરમાં ૩૪૫ કેસ, ૫૪ મૃત્યુ
વિરાટનગરમાં ૮૨ કેસ, ૪ મૃત્યુ
ઓઢવમાં ૧૬૧ કેસ, ૮ મૃત્યુ
નિકોલમાં ૧૩૮ કેસ, ૭ મૃત્યુ
વસ્ત્રાલમાં ૧૩૭ કેસ, ૯ મૃત્યુ
રામોલમાં ૬૮ કેસ, ૧૪ મૃત્યુ
દક્ષિણ ઝોન
ઈન્દ્રપુરીમાં ૭૯ કેસ, ૭ મૃત્યુ
દાણીલીમડામાં ૫૧૪ કેસ, ૪૩ મૃત્યુ
ખોખરામાં ૮૮ કેસ, ૯ મૃત્યુ
ઈસનપુરમાં ૨૯૭ કેસ, ૨૧ મૃત્યુ
મણિનગરમાં ૪૭૨ કેસ, ૩૨ મૃત્યુ
બહેરામપુરામાં ૫૬૪ કેસ, ૩૪ મૃત્યુ
વટવામાં ૨૨૬ કેસ, ૮ મૃત્યુ
લાંભામાં ૧૧૨ કેસ, ૯ મૃત્યુ