ગુજરાત હાઈકોર્ટે કાન આમળતાં મ્યુનિ. તંત્ર ઢીલું ઢફ
અમદાવાદના આધારકાર્ડનો નિયમ પણ રદ્દ, ખાનગી કોવિડ હોસ્પિટલોના ૭પ ટકા બેડ રિઝર્વ
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૮
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોનાની સારવાર મુદ્દે લાદેલા કેટલાક જડ નિયમોને લીધે કોરોનાના દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આ મુદ્દે હાઈકોર્ટે ગઈકાલે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો બરાબરનો કાન આમળતાં હરકતમાં આવેલા મ્યુનિસિપલ તંત્રએ નિયમો હળવા કરતાં આજથી કોરોનાના દર્દીઓને એસ.વી.પી. એલ.જી. શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરવાનું શરૂ કરાતા બહુ મોટી રાહત હતી. ઉપરાંત ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જ આવતા દર્દીઓને દાખલ કરવાનો જે નિયમ ઠોકી બેસાડ્યો હતો તે પણ હટાવી લેવાની ફરજ પડી હતી. હવેથી ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને પણ દાખલ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. હાઈકોર્ટે ઝાટકણી કાઢયા બાદ આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ડૉ.રાજીવકુમાર ગુપ્તા અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યા હતા.
* હવેથી તમામ હોસ્પિટલોએ કોવિડ દર્દીઓને તેઓ ૧૦૮ સિવાય પણ કોઈપણ રીતે હોસ્પિટલ સુધી પહોંચે તો તેમને દાખલ કરવાના રહેશે. જેમાં ખાનગી હોસ્પિટલો, એએમસી અને એએમસીની હદમાં આવતી તમામ સરકારી હોસ્પિટલોનો સમાવેશ થશે પછી એ ડેઝીગ્નેટેડ કરવામાં આવેલ હોય કે ના હોય.
* આવતીકાલે સવારે ૮ વાગ્યાથી કોઈપણ દર્દી ૧૦૮ સેવા મારફતે ખાનગી એમ્બ્યુલન્સ મારફતે કે ખાનગી વાહન મારફતે કે પછી ચાલતા પણ કોવિડ હોસ્પિટલ પહોંચી શકશે અને બેડની ઉપલબ્ધતાના આધારે અને જે તે દર્દીને દાખલ કરવાની જરૂરિયાત મુજબ હોસ્પિટલે તેવા દર્દીને દાખલ કરવાના રહેશે.
* કોવિડ સારવાર પૂરી પાડતી તમામ ખાનગી હોસ્પિટલોએ તેમની હયાત કાર્યરત/ચાલુ ક્ષમતાના ૭પ ટકા કોવિડ સારવાર માટે પૂરી પાડવાની રહેશે. એટલે કોવિડ સિવાયના દર્દીઓ માટે માત્ર રપ% બેડ ઉપલબ્ધ રહેશે.
* દર્દીઓને ઝડપભેર દાખલ કરી શકાય તે હેતુથી અમદાવાદના આધારકાર્ડની જરૂરિયાત પણ આ સાથે તાત્કાલિક અસરથી પાછી ખેંચવામાં આવે છે.
* દર્દીઓના સ્વાસ્થ્યની ઝડપથી તપાસ અને સારવાર થઈ શકે અને જરૂરિયાત મુજબ તાત્કાલિક દાખલ કરી શકાય તે માટેર્ ંઁડ્ઢ-્િૈટ્ઠખ્તીની સુવિધા પૂરી પાડવાની રહેશે.
* કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં છસ્ઝ્ર ક્વોટામાં દાખલ થવા માટે ૧૦૮ સેવાનો કે ૧૦૮ કંટ્રોલ રૂમના રેફરન્સની જરૂરિયાત પણ હટાવી દેવામાં આવી છે.
* કોવિડની સારવાર પૂરી પાડતી શહેરની તમામ હોસ્પિટલોએ કે રાજ્ય સરકારના પોર્ટલ ઉપર પણ જોડાઈને જાહેર જનતા માટે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી (રીયલ ટાઈમ માહિતી) સતત દર્શાવવાની રહેશે.
* તદુપરાંત આવી દરેક હોસ્પિટલોએ હોસ્પિટલની બહાર વિશાળ ડિસપ્લે બોર્ડ ઉપર સુવાચ્ય રીતે ઉપલબ્ધ બેડની અદ્યતન માહિતી (રીયલ ટાઈમ માહિતી) સતત દર્શાવવાનું ફરજીયાત કરાયું છે.
* કોઈપણ ટેકનિકલ કારણસર તાત્કાલિક સારવારની જરૂરિયાત હોય તેવા કોઈપણ દર્દીને સારવારની ના પાડી શકશે નહીં.
Recent Comments