• તહેવારોમાં આપેલી છૂટછાટનો લોકોએ કરેલો ગેર ઉપયોગ અને પ્રદૂષણ જવાબદાર
• મોટાભાગની હોસ્પિટલમાં આઇસીયુ, ઓક્સિજન અને વેન્ટિલેટરની અછત સર્જાઈ

(સંવાદદાતા દ્વારા)  અમદાવાદ,તા.૧૯
રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસો વધવાની તબીબોએ વ્યક્ત કરેલી ભીતિ સાચી પડી છે. સરકારે આપેલી છૂટછાટનો લોકોએ દૂરૂપયોગ કરી દિવાળીના તહેવારો દરમિયાન બિન્દાસ રીતે ચિક્કાર ભીડમાં ખરીદી કરતા ઉપરાંત ફટાકડાને લીધે પ્રદૂષણ વધવાથી કોરોનાના કેસો રોકડ ગતિએ વધી રહ્યા છે. વધતા જતા કેસોને લઈ મ્યુનિસિપલ હોસ્પિટલ થઈ ગઈ છે ત્યારે સરકારી હોસ્પિટલમાં અને ખાનગી હોસ્પિટલમાં જૂથ પથારીઓ ખાલી રહી છે. આઇસીયુ અને વેન્ટિલેટરની અછત ઊભી થઈ છે.
અમદાવાદમાં કોરોનાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. અમદાવાદ શહેરની સરકારી બાદ હવે ખાનગી હોસ્પિટલો પણ ફુલ થઇ ગઈ છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સના પ્રમુખ ડો ભરત ગઢવીના જણાવ્યા મુજબ સરકાર દ્વારા અપાયેલી છૂટછાટનો લોકોએ દુર ઉપયોગ કરતા સંક્રમણ વધ્યું છે. આજે ખાનગી હોસ્પિટલો ના બેડ ૯૦થી ૯૫ ટકા ભરાઈ ગયા છે. આઇસીયુ વેન્ટિલરની અછત ઉભી થવાની શક્યતા છે. જો આ રીતે કોરોના સંક્રમણ વધશે તો સ્થિતિ વધુ બગડી શકે છે.
અમદાવાદ શહેરની ૭૨ હોસ્પિટલ કોવિડ માટે રિઝર્વ કરાઇ છે . જેમા ૨૨૫૬ બેડમાંથી ૨૦૮૫ બેડમાં દર્દીઓ દાખલ છે.આથી ખાનગી હોસ્પિટલ પાસે હવે માત્ર ૧૭૧ બેડ જ ખાલી રહ્યા છે. આઇસોલેશનમાં ૭૮૬ દર્દીની ક્ષમતા સામે ૮૯ જગ્યા ખાલી છે. ૐડ્ઢેંમાં ૭૯૪ દર્દીની ક્ષમતા સામે ૯૪ બેડ ખાલી છે. વેન્ટિલટર વગરના આઇસીયુ પર ૩૪૬ દર્દીઓ સારવાર પર છે જેમાં પણ માત્ર ખાલી બેડ ૨૯ છે. વેન્ટિલર વીથ આઇસીયુ પર ૧૫૬ દર્દીઓ સારવાર પર જે પૈકી ખાલી માત્ર ૧૬ હાલ ઉપલબ્ધ છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતા અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં એએમસીના ઉચ્ચ અધિકારીઓએ કોરોનાની હાલની પરિસ્થિતિ અંગે સમિક્ષા કરી હતી. રિવરફ્રન્ટ હાઉસ ખાતે મળેલી બેઠકના અનેક તારણો કોરોના સંક્રમણ વધવા પાછળના કાઢવાનાં આવ્યા હતા.જેમા સૌથી મોટું તારણ તહેવારોમાં લોકોએ માસ્ક વિના અને સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વિના ખીચોખીચ ભીડમાં કરેલી ખરીદી અને વધતું જતું પ્રદૂષણ જવાબદાર ગણાવ્યું હતું.