લોકડાઉનમાં અમદાવાદમાં તા.૧પમી મેથી શરતો સાથે જીવન જરૂરિયાતની વસ્તુઓના વેચાણ કરવાની છૂટ શરતો સાથે આપવામાં આવી હતી. જેમાં જીવન જરૂરી વસ્તુઓના વેચાણ કરનારા વેપારીઓનું હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ જે-તે વોર્ડની ઝોનલ ઓફિસમાંથી ઈશ્યુ કરવામાં આવે છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં તંત્રની ઉદાસીનતાને લીધે લોકોને કાર્ડ લેવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, તો ક્યાંક આસાનીથી કાર્ડ મળી જતાં વેપારીઓએ જીવન જરૂરી વસ્તુઓનું વેચાણ શરૂ કરી દીધું હતું. પ્રસ્તુત તસવીરમાં જમાલપુરમાં કાર્ડ લેવા માટે વેપારીઓ અને ફેરિયાઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જ્યારે અન્ય તસવીરમાં કાલુપુરમાં કાર્ડ મળી જતાં શાકભાજીનું વેચાણ કરતો ફેરિયો જોવા મળે છે.