જામનગર, તા.૧૯
આદર્શ ચેરિટેબલ ટ્રસ્ટ-વડોદરા દ્વારા ધોરણ દસ પાસ અને ૪૦ ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા (મુંગા+બહેરા+અંધ) વિદ્યાર્થીઓના કલ્યાણ માટે કોમ્પ્યુટરની તથા મોલમાં નોકરી માટેની તાલીમના ટ્રેનિંગ ક્લાસ તા.રર/૧૨/૧૭થી ફિરદોસ મસ્જિદ પાસે, અલફારૂક સ્કૂલની બાજુમાં, ઢોર બજાર રોડ, દાણીલીમડા, અમદાવાદમાં શરૂ કરવામાં આવેલ છે. આ તાલીમ બાદ નોકરી અપાવી દેવી, તેઓની સમૂહશાદી સાથે જરૂરી સામાનની મદદ કરવી, ફ્રી નાઝરા તથા હાફિઝના ક્લાસ ચલાવવામાં આવે છે. જેને નોકરી નથી મળતી તેવા વિકલાંગોએ નોકરી અપાવવી આ બધી વ્યવસ્થા અને મદદ આદર્શ ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા દ્વારા કરવામાં આવેલ છે. જેનો લાભ ઉઠાવવા હિદાયતભાઈનો (મો. ૯૭૧૪૮૭૦૩૮૭-૫૬, આદર્શનગર, ચાંદની ટેલર, ધનયાવી રોડ, તરસાલી બાયપાસ નં.૮, વડોદરા) સંપર્ક સાધવા રંગુનવાલા ટ્રસ્ટ તરફથી અનુરોધ કરાયો છે.