મોરબી,તા.૧૮
મોરબી જિલ્લામાં કરાર આધારિત ફરજ બજાવતા ડોકટરો સહિત ૭૦ના સ્ટાફને હાલ અમદાવાદમાં કોરોનાની સારવાર માટે ફરજ પર હાજર થવાનો હુકમ કરવામાં આવ્યો છે. પરંતુ રેડ ઝોન અમદાવાદમાં જીવન જોખમે ફરજ પર નહિ જવાનો આ ૭૦ના સ્ટાફે નિર્ણય કરીને વિરોધ નોંધાવ્યો છે. ત્યારે આ બાબતે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં ફરજ પર જવાનો ઇન્કાર કરનાર આ સ્ટાફ સામે સરકારની ગાઈડ લાઈન અનુસાર ડીડીઓ કાર્યવાહી કરશે.
મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાં કરાર આધારિત ફરજ બજાવતા ડોકટરો સહિતના ૭૦ના સ્ટાફને રેડ ઝોન અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં કોરોનાની સારવાર માટે ફરજ પર હાજર થવાનો સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે પરંતુ આ કરાર આધારિત ડોકટરો આ હુકમનો વિરોધ કરીને આ અંગે ડીડીઓને લેખિતમાં રજુઆત કરી હતી કે અમદાવાદમાં કામગીરી કરવા માટે જે હુકમ થયો છે. તેનો વિરોધ કરીએ છીએ અને તેમની ફરજ પર કોઈજાતની સલામતી ન હોય અને યોગ્ય વેતન મળતું ન હોવાથી રેડ ઝોનમાં ફરજ બજાવવા નહિ જાય. જોકે અગાઉ મોરબી જિલ્લામાંથી આરોગ્ય સ્ટાફની અન્ય જિલ્લાઓમાં કોરોના માટે ફરજ સોપાઈ છે તે કોઈજાતની તેમની સલામતી નથી. માટે રેડ ઝોનમાં જીવ ઉપર જોખમ હોવાથી ત્યાં કામગીરી માટે હાજર નહિ થાય તેવો નિર્ણય જાહેર કર્યો છે. જ્યારે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો.જે.એમ. કતીરાએ જણાવ્યું હતું કે, ફરજ પર જવાનો ઇન્કાર કરતા સ્ટાફ સામે ડીડીઓ સરકારની ગાઈડ લાઈન પ્રમાણે કાર્યવાહી કરશે.
અમદાવાદમાં ફરજ બજાવવાનો ઈન્કાર કરનાર મોરબીના સ્ટાફ સામે કાર્યવાહી થશે

Recent Comments