અમદાવાદ, તા.૨૯
અમદાવાદમાં ચોમાસાની સિઝન હોય કે ના હોય પરંતુ ભૂવા પડવાની સમસ્યા યથાવત્‌ છે. શહેરમાં નેશનલ હાઈવે નંબર ૮ પરના સર્વિસ રોડ પર આજે સવારે ભૂવો પડ્યો હતો. તંત્રએ ભૂવો પડ્યાની જાણ થતાં જ બેરીકેડ મુકીને ભૂવાને કોર્ડન કરી દીધો હતો. ભર શિયાળામાં પડેલા આ ભૂવાને કારણે તંત્ર સામે અનેક સવાલો ઉભા થયાં છે.
આજે અમદાવાદ શહેરમાં ભર શિયાળાની સિઝનમાં ભૂવો પડવાની સમસ્યા યથાવત છે. શહેરમાં સીટીએમ ઓવરબિજ ની પાસે દયાપાર્ક સોસાયટી જવાના નેશનલ હાઈવે નંબર ૮ પરના સર્વિસ રોડ પર આજે સવારે ભૂવો પડ્યો હતો. જેની જાણ તંત્રને થતાં જ ભૂવાની આસપાસ બેરીકેડ મુકીને ભૂવાને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. હવે આ ભૂવાની જગ્યાને રીપેર ક્યારે કરાશે તેના પર અનેક સવાલો ખડા થયાં છે.