જૂનાગઢ,તા.ર૬
લોકસભાની ચૂંટણી અનુસંધાને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મનમોહનસિંહજી અને સોનિયા ગાંધી આવતીકાલે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને ત્રિમંદિર અડાલજ ખાતે જનસંપર્ક રેલી યોજશે. આ રેલીમાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ રાજાભાઈ પોકિયા, ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, ધારાસભ્ય બાબુભાઈ વાજા, ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા, ધારાસભ્ય ભીખાભાઈ જોષી અને જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ સેજાભાઈ કરમટાની આગેવાનીમાં વંથલી, માળિયા (હાટીના), માણાવદર, વિસાવદર, ભેંસાણ, કેશોદ, માંગરોળ, મેંદરડા અને જૂનાગઢ તાલુકામાંથી કોંગ્રેસી કાર્યકરો હાજરી આપશે. એમ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ રાજાભાઈ પોકિયાએ એક યાદીમાં જણાવેલ છે.