અમદાવાદ,તા.ર૯
મોટરસાયકલ બ્રાન્ડ કેટીએમ દ્વારા તેના સમોવડિયા કરતા મહત્તમ સવારીનો આનંદ આપવાના વચન સાથે સંપૂર્ણ નવી એમવાય-ર૧ કેટીએમ ૧રપ ડયુક લોન્ચ કર્યાની ઘોષણા કરવામાં આવી છે. ભારતભરમાં કેટીએમ ડીલરો ખાતે હવે ઉપલબ્ધ આ સંપૂર્ણ નવા મશીનને કેટીએમ ૧રપ ડયુકને રમતમાં સર્વોપરી રાખવા માટે ર૦ર૧ માટે ઘણી બધી બહેતરીઓ પ્રાપ્ત થઈ છે. કેટીએમ ૧રપ ડયુકની અજોડ નવી સ્ટાઈલીંગ તુરંત ધ્યાન ખેંચે છે અને તેના પ્રત્યે દુર્લક્ષ કરવાનું અશકય છે તે પરફોર્મન્સ પાવરહાઉસ કેટીએમ ૧ર૯૦ સુપર ડયુક આર દ્વારા પ્રેરિત છે. ડીઝાઈન વધુ રમતીયાળ જયોમેટ્રી ચેસિસને સન્મુખતા આપતા સીટ યુનિટ સાથે વધુ આક્રમક, ધારદાર બોડીવર્ક દ્વારા શોભે છે. આ સ્ટ્રીટ ફાઈટરને નવી બોલ્ટ-ઓન રિયર સબફ્રેમ, વિશાળ સ્ટીલની ટેન્ક અને ધારદાર ચઢતી રેખાઓ મળી છે. જે ગલીઓમાં તેને વધુ ધ્યાનાકર્ષક બનાવે છે. વજનમાં હલકી સ્ટ્રીટફાઈટરનું એર્ગોનોમિકસ સુધારિત રાઈડર અને પ્રવાસી સીટસના આધાર સાથે વધુ ઓથોરિટેટિવ સવારીની સ્થિતિ સાથે ફેરફાર કરવામાં આવ્યું છે. ડયુક રાઈડરોને સુધારિત અને મોટી ઈંધણની ટેન્કનો પણ લાભ મળે છે. જે બહેતર લેગ કોન્ટ્રાકટ અને અહેસાસ નિર્માણ કરે છે અને ૧૩.પ લીટરની ક્ષમતા મહત્વાકાંશી ડ્રાઈવરોને અગાઉ કરતા વધુ દુર લઈ જશે. ટોચની કક્ષાના ચેસીસ અને બ્રેકીંગ કમ્પોનન્ટસથી સમૃદ્ધ સંપૂર્ણ નવું ડબ્લ્યુપી સસ્પેન્શન ફ્રન્ટ અને બેક નવી કેટીએમ ૧રપ ડયુકના ઉત્કૃષ્ટ પરિમાણમાં વધુ ઉમેરો કરે છે. એમ બજાજ ઓટો લિ.ના પ્રેસિડેન્ટ (પ્રોબાઈકિંગ) સુમીત નારંગે જણાવ્યું હતું.