(સંવાદદાતા દ્વારા) બાવળા, તા.૬
આણંદ પાસેથી ટાટા ૪૦૭માંથી સીમેન્ટના બ્લોક નીચે સંતાડેલ ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ તથા બિયર બોટલ નંગ-૩૦૦૦ની કિંમત ૫,૫૨,૦૦૦/- તથા વાહનની કિં.૨,૦૦,૦૦૦/- મળી કુલ ૭,૬૩,૭૫૦/-ના મુદામાલ સાથે પકડી પાડી ગણના પાત્ર કેસ કરતી આર.આ૨.સેલ અમદાવાદ
પોલીસ મહા નીરીક્ષક એ.કે. જાડેજા અમદાવાદ વિભાગની સીધી સુચના/માર્ગદર્શન મુજબ અશોકભાઇ રાવજીભાઇ તથા જયદિપસિંહ તથા સચિનકુમાર પેટ્રોલિંગમાં હતા દરમ્યાન આજરોજ તા.૫/૧૨/૨૦૧૮ના આણંદ સૈની ઓટો સામે આવતા જયદિપસિંહનાઓને બાતમી હકીકત આધારે મોહનલાલ સ/ઓ શ્રીરામ કાનારામ બિશ્નોઇ રહેપગામ કુદનપુરા થાના સેડવા તા.સેડવા જિ.બાડમેરનાઓને ટાટા ૪૦૭ ટેમ્પા નંબર જી.જે.૧૬ યુપ ૮૦૮૮માં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂની નાની મોટી ફૂલ બોટલ-૧૩૨૦ તથા બીયરના ટીન નંગ-૧૬૮૦નો છુપાવી મોબાઇલ ફોન નંગ ૧ કિં.રૂા.પ,૫૦૦/- તથા ટાટા ટેમ્પો કિં.રૂા.ર,૦૦,૦૦૦/- સીમ મળી કુલ રૂા.૭,૬૩,૭૫૦/-નો મુદ્દામાલ શ્યામજીભાઇ ઉર્ફે સોમરાજ રહે. સરૂત પાસેથી ભરી લાવી ભાવનગર તરફ પહોંચાડવા જતા પકડાઈ ગયા છે.