ભિલોડા, તા.૨૬
રાજસ્થાનના ડુંગરપુરમાં ટીચર ભરતીમાં અન આરક્ષણ પદોને આરક્ષણ આપવાની માગણી કરીને સતત ત્રીજા દિવસે પણ હિંસક પ્રદર્શનનો કરવામાં આવી રહ્યા છે. ૪૦ કલાકથી ઉદેપુર-અમદાવાદ હાઇવેના ૧૦ કિ.મી. વિસ્તારમાં તણાવ ફેલાયો છે. પ્રદર્શનકારીઓ હાઈવે અને આસપાસના રસ્તાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે. શનિવારે પ્રદર્શનકારીઓ એ ફરી એકવાર હાઈવે પર બનેલી હોટલો અને દુકાનોમાં તોડફોડ અને લૂંટફાટ કરી છે. અત્યાર સુધીમાં ૭૦૦ લોકો પર કેસ ફાઈલ કરવામાં આવી છે. પ્રદર્શનકારીઓ કહેવું છે કે, અમુક લોકો બાઈક પર આવ્યા હતા. અમારી સામે અમારી દુકાનો લૂંટી ગયાં તે ઉપરાંત ત્યાં આવેલી એક સ્કૂલ માં પણ તોડફોડ કરી હતી. એકશનમા આવેલી પોલીસ ઉપદ્રવીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે ૭૦૦ લોકોની નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે.પ્રદશૅન દરમિયાન ૭ કન્ટેનર સહિત ૩૦વાહનોમા આગ લગાવવામાં આવી છે જયપુર ગ્રામીણ એસપી શંકર દતા શર્માને સ્પેશ્યલ ડ્યુટી આપવામાં આવી છે. રાતના ૨ વાગયા સુધી પથ્થરમારો, સળગતાં રહ્યા ટાયરો ડુંગરપુર સીમાના મોથેલી મોડમાં મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરવામાં આવી છે.ખેરવાડાથી ઉદેપુર રોડ પર અઢી કિમી દૂર ટોલ પ્લાઝાથી આવેલા હાઈવે પર મોડી રાત સુધી પહાડો પરથી વાહનો પર પથ્થર મારો કરવામાં આવતો હતો .અન્ય મુસાફરોને પણ પથ્થરો વાગવાની ધટના બની હતી.ટાયર પણ સળગાવવામાં આવ્યા અને ઈન્ટરનેટ સુવિધા પણ બંધ કરી દેવામાં આવી છે. ઉમેદવારો ૭સપ્ટેમ્બર થી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પોલીસ અધિકારીઓએ તેમની વાતચીત કરીને સમજાવ્યા કે અહીં પડાવ ન નાખો. તેમ છતાં પ્રદર્શન ચાલી રહ્યું છે બિછવાડા પોલીસે કોવિડ મહામારીના નિયમો તોડવા અને બિનજામીન કલમમાં બે અલગ અલગ કેસ નોંધ્યા છે ત્યારપછી ઉમેદવારોમાં વધારે ગુસ્સો ભડક્યો હતો.