અમદાવાદ, તા.૨
સેના કે હવાલે અમદાવાદ ઓર સુરત ૧૪ દિન કે લીયે સોંપા જાયેગાનો ફેક મેસેજ વાયરલ કરનાર મહેબૂબ બાબુને અમદાવાદ સાયબર સેલે ઝડપી લીધો છે. ઝ્રસ્ને આ ખોટા મેસેજ અંગે ખુલાસો કરવો પડ્યો હતો. આરોપીએ મેસેજમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી નિયંત્રણ જારી કરેં. દૂધ ઓર દવાઈ કે સીવા કુછ નહીં મિલ પાયેગા, હો સકે તો સ્ટોક કર લો. લોકડાઉન ૪ પુરૂ થવાના ગણતરીના દિવસોમાં બાકી હતા તે જ ગાળામાં આ પ્રકારની પોસ્ટ આરોપીએ વાયરલ કરી હતી.
સાયબર સેલે પોસ્ટ વાયરલ કરનાર શખ્સ અંગે તપાસ કરતા તે નડીયાદનો હોવાની વિગત મળી હતી. જેના પગલે ૫૦ વર્ષીય આરોપી મહેબૂબભાઈ મહંમદભાઈ બાબુના (રહે,નડીયાદ)ની ધરપકડ કરી હતી. લોકડાઉન ૪ પુરૂ થવાના ત્રણ દિવસ અગાઉ આરોપીએ ભ્રામક પોસ્ટ બનાવી લોકોમાં ગભરાટ ફેલાવી તેઓને રસ્તા પર વસ્તુઓની ખરીદી માટે ઉતારી દેવાના ઈરાદા સાથે વાયરલ કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે પોસ્ટ વાયરલ થયાના ગણતરીના કલાકોમાં કોઈ કડક લોકડાઉન નથી થવાનું અને ગભરાવાની કોઈ જરૂર નથી તેવી જાહેરાત કરી હતી.સમગ્ર મામલે સાયબર સેલે ગુનો દાખલ કરી તપાસ હાથધરી હતી
‘અમદાવાદ ઓર સુરત ૧૪ દિન સેના કે હવાલે’ની પોસ્ટ વાયરલ કરનારો આરોપી પકડાયો

Recent Comments