કારના પતરા ચીરી મૃતદેહ બહાર કઢાયા
અમદાવાદ,તા.ર૪
કોરોના કાળમાં લોકડાઉનના સમયમાં રાજયમાં અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. જયારે ફરી એકવાર અનલોકની સ્થિતિમાં રોડ અકસ્માતની ઘટનાઓ વધી છે જે શીખવે છે કે તમારી ઝડપની મજાઓ અન્ય માટે સજા ન બની જાય તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. એક નજીવી બેદરકારીને લીધે અનેક લોકો કમોતે મોતને ભેટે છે. ત્યારે અમદાવાદ, કચ્છ હાઈવે પર ધ્રાંગધ્રા બાયપાસ નજીક એસ.ટી. બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારનો ભૂક્કો બોલી ગયો હતો. જયારે કારમાં સવાર લોકો પૈકી ત્રણના ઘટના સ્થળે તેમજ એકનું સારવાર માટે લઈ જવાતા રસ્તામાં મોત થયું છે. આમ જ કરૂણ મોતથી પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ કચ્છ હાઈવે પર ધ્રાંગધ્રા બાયપાસ પર એસટી બસ અને સ્વિફ્ટ કાર વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ છે, આ અકસ્માતમાં ચાર યુવાનોના કમાકમાટીભર્યા મોત નિપજ્યા છે. અકસ્માતને પગલે લોકોના ટોળે-ટોળા ઊમટી પડ્યા હતા અને સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી શરૂ થઈ ૧૦૮ને બોલાવતા ટીમ પહોંચી ગઈ છે. હાઈવે પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા છે.
પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. તત્કાલીન ઈજાગ્રસ્તોને ૧૦૮ દ્વારા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ ઘટના ધ્રાંગધ્રા બાયપાસ પાસે ઉમિયા ભવાની હોટલ પાસે સર્જાઈ છે.
અપડેટ માહિતી અનુસાર ધ્રાંગધ્રા હાઈવે પરના જ સોલડી ગામના ચાર સ્થાનિક યુવાન કાર લઈને કોઈ કામ અર્થે હજુ ગામની બહાર હાઈવે પર પહોંચ્યા જ હતા તે સમયે મહાદેવનગર-ધ્રાંગધ્રા-હળવદ ઈન્ટરસિટી બસ કાળ બનીને ટકરાઈ અને ચારે યુવાનને બરખી ગઈ છે. પોલીસ અનુસાર મૃતકોમાં (૧) વિપુલભાઈ ગોવિંદભાઈ વાઢેર ઉંમર વર્ષ આશરે ૩૦ રહેવાસી સોલડી (૨) રમેશભાઈ તળશીભાઇ રેવર ઉંમર વર્ષ ૩૫ રહેવાથી સોલડી (૩) દીપકભાઈ ટોકરભાઈ રાઠોડ ઉંમર વર્ષ ૩૩ રહે ધ્રાંગધ્રાનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું જ્યારે (૪) દલપતભાઈ મોતીભાઈ જાદવનું રહે.સર્વોદય સોસાયટી સારવાર માટે લઈ જતા સમયે મોત થયું છે.
અકસ્માત એટલો ગંભીર હતો કે, મૃતકોના મૃતદેહ કારના પતરા ચીરીને બહાર કાઢવા પડ્યા હતા.
Recent Comments