અમદાવાદ, તા.૧૩
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તેમના મત વિસ્તાર એવા અમદાવાદ અને ગાંધીનગરમાં કોરોનાના કેસોને લઈને ચિંતા વ્યક્ત કરી સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં કોરોનાના સંક્રમણને રોકવા સહિતના પગલાં ભરવા સહિતના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી જરૂરી આદેશ આપ્યા હતા. વિગતવાર વાત કરીએ ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે તેમના મત વિસ્તારમાં કોરોના અને વિકાસના કામોની સમીક્ષા કરી હતી. ગાંધીનગર અને અમદાવાદ કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે ગૃહમંત્રી શાહે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તેમના તમ વિસ્તારમાં કોરોના સંક્રમણની ચિંતા વ્યક્ત કરી હતી. સાથે-સાથે તેમેણ હસ્તક લીધેલા ગામો અંગે પણ ચર્ચા કરી હતી. અમદાવાદ અને ગાંધીનગરના જિલ્લાના કલેક્ટર અને અધિકારીઓ સાથે અમિત શાહની યોજાયેલી બેઠકમાં સૌથી વધુ ભાર કોરોનાની સ્થિતિ ઉપર મૂકાયો હતો. ઉપરાંત સંક્રમણને રોકવા કેવા પગલાં ભરવામાં આવી રહ્યા છે તેની વિગતો મેળવી હતી. ધન્વંતરિ રથના માધ્યમથી સર્વે વધારવા સૂચના આપી હતી. શક્ય તેટલા લોકોનું સ્ક્રીનિંગ થાય તેના માટે આયોજન કરવા ચર્ચા કરાઈ હતી, આમ કેન્દ્રીય ગૃહમંત્રીએ સમીક્ષા બેઠક યોજીને કોરોનાને કાબૂમાં લેવા તંત્રને સૂચના આપી હતી.