બાવળા, તા.૧૩
અમદાવાદ જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદ જિલ્લાના નવ તાલુકાના ડેટા ઓપરેટરો અને ચાલીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરોને સારી કામગીરી બદલ સન્માનવાનો સમારોહ યોજયો હતો. આ આરોગ્ય સેમીનારના પ્રમુખ સ્થાને ગુજરાત સરકારના વિભાગીય નાયબ નિયામક ડો. જી.સી.પટેલ હાજર રહયા હતા. એચ, એમઆઇએસ સોફટવેરમાં આરોગ્ય કર્મી દ્વારા દિવસભર કરેલ કામગીરીની ઓન લાઇન એન્ટ્રી ગુણવત્તાસભર અને સમયસર કરવાના કારણે ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓ કરતા અમદાવાદ જિલ્લો પ્રથમ ક્રમે આવતા આવી સુંદર કામગીરી કરનાર ૫૩ આરોગ્ય કર્મીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માન કરવામાં આવ્યુ હતું. મુખ્ય જિલ્લા આરોગ્યઅધીકારી ડૉ. શિલ્પા યાદવે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા આપવામાં આવેલ સૂત્ર “યુનિવર્સલ હેલ્થ કવરેજ” એવરીવન એવરી વ્હેરની જાણકારી આપી હતી. લાભાર્થીઓને આરોગ્યસેવાઓ જરુર પડે ત્યારે વિનામુલ્યે કોઇપણ સ્થળ અને સમયે ગુણવત્તાસભર મળી રહે તેમ જણાવ્યુ હતુ સોલા સિવિલના સુપિટેન્ડન્ટ ડો. ભાવસારે આરોગ્ય પ્રત્યેની જાગૃતિથી જ વ્યકિત અને પરીવાર સ્વસ્થ રહેશે. આસીસ્ટન્ટ આર.ડી.ડી.ડો. સતિષ મકવાણાએ અમદાવાદ જિલ્લાની આરોગ્ય સેવાઓની કામગીરી અને જિલ્લાની આઈ.ઈ.સી.ની કામગીરી બાબતે મુકત કંઠે પ્રશંસા કરી હતી. સેમીનારના પ્રમુખસ્થાનેથી ઉદ્‌બોધન કરતા વિભાગીય નાયબ નિયામક ડો. જી.સી.પટેલે જણાવ્યુહતુકે યુનિવર્સલ હેલ્થ કવરેજનો અર્થ છે કે દરેક માનવી અને સમાજ કોઇ પણ જાતનીઆર્થીક તંગીનો સામનો કર્યા સિવાય આરોગ્ય સેવાઓ મેળવી શકે તે માટે સરકારે ત્રીસહજારની વસ્તીએ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર અને દરેકતાલુકામા સામુહીંક આરોગ્ય કેન્દ્ર અને પાંચ હજારની વસ્તીએ પેટાઆરોગ્ય કેન્દ્ર બનાવેલ છે. આભાર વિધી જિલ્લા આર.સી.એચ.ઓ. ડૉ. ગૌત્તમ નાયકે કરી હતી.