(સંવાદદાતા દ્વારા)
મોડાસા,તા.૧
મોડાસા તાલુકાના ખડોદા ગામના જયેશભાઇ અમૃતભાઈ મકવાણા અમદાવાદ પોલીસતંત્રમાં ફરજ બજાવે છે પરિવાર સાથે અમદાવાદ સ્થાયી થયો છે કોરોના મહામારીને પ્રસરતી અટકાવવા કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કરતા પોલીસકર્મી તેના પરિવારને ખડોદા વતનમાં મૂકી ગયો હતો અને પરિવારજનોને મળવા ખડોદા સતત અવર-જવર કરતો હતો સોમવારે પોલીસકર્મી જયેશ મકવાણા ફરજ પુરી કરી પરત ખડોદા પહોંચ્યો હતો અને મંગળવારે પરત અમદાવાદ ગયા પછી પોલીસકર્મીની તબિયત લથડતા તેને સારવાર લીધી હતી શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતા પોલીસકર્મીનો રિપોર્ટ કરાવતા પોલીસકર્મીનો કોરોના પોઝેટીવ આવતા અરવલ્લી જિલ્લા આરોગ્ય તંત્રને જાણ થતા તાબડતોડ પોલીસકર્મીના પરિવારજનો અને પોલીસકર્મીના સંપર્કમાં આવેલા લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરી સર્વેની કામગીરી હાથધરી હતી હાલ તો પોલીસકર્મીના પરિવારજનો અને તેના સંપર્કમાં આવેલા લોકોને કોઈ પણ જાતની શારીરિક તકલીફ ન હોવાથી હોમક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.