જામનગર,તા.૧૮
કોરોના વાયરસના હાહાકાર વચ્ચે જામનગરની સરકારી હોસ્પિટલમાંથી એક અઠવાડિયા માટે ર૪ તબીબોને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ફરજ માટે મોકલવામાં આવ્યા હતાં. જે તમામનો ફરજ સમય પૂર્ણ થતા જામનગર પરત ફર્યા છે અને તેમને લાખાબાવળ સ્થિત નેચરોપથી સેન્ટરમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જ્યારે આ પહેલા પણ ર૪ તબીબોની બેચને અમદાવાદમાં મોકલવામાં આવી હતી. તેમાંથી ચાર તબીબો કોરોનાની ઝપટમાં ચઢી ગયા હતાં. આથી તેમની ત્યાં જ અમદાવાદમાં સારવાર કરવામાં આવી હતી. તેમાંથી પણ ત્રણ સાજા થયા છે જ્યારે એક તબીબનો આજે રિપોર્ટ કરાવવામાં આવી રહ્યો છે. જો કે, હવે કોઈપણ તબીબોને જામનગરથી અમદાવાદ મોકલવામાં આવનાર નથી.