(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૮
સુરત રેલવે સ્ટેશન પર ડીઆરએમ અને એડીઆરએમનું ઇન્સ્પેક્શન યોજાયું હતું.
અમદાવાદ મુંબઇ વચ્ચે આજરોજ વેસ્ટન રેલવેના જીઆમ અનિલ કુમાર ગુપ્તાએ ઇન્સ્પેક્શન કર્યું હતું. જ્યારે સુરત રેલવે સ્ટેશન પર ડીઆરએમ સંજય મિશ્રા અને એડીઆરએમ તુષાર સિંહે સુરત રેલવે સ્ટેશન પર ઇન્સ્પેક્શન કરી મુસાફરો માટે સુવિધા વધારવા માટે જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ ડીઆરએમ અને એડીઆરએમ સહિતના અધિકારીઓએ જીએમની સાથે મુંબઇ સુધી ઇન્સ્પેક્શન સાથે જોડાયા હતા.મુંબઇ ડિવિઝનના ડીઆરએમ સંજય મિશ્રા અને એડીઆરએમ તુષાર સિંહે પોતાનું મંથલિ ઇન્સ્પેક્શન અર્થે સુરત આવી પહોંચ્યા હતા. તેઓએ સુરત રેલવે સ્ટેશનના ચારેય પ્લેટફોર્મ અને નીચે મુસાફર ખાનામાં ઇન્સ્પેક્શન કર્યું હતું. ત્યાં નાની નાની ખામીઓ દેખાતા સંબંધિત ખાતાઓના વડાઓને સુચના આપવામાં આવી હતી. આ ઉપરાંત નવી પાર્સલ ઓફિસ સાથે રેલવે ટ્રેક અને મુસાફરોના અવર જવર માટેના રોડ પર સમારકામ કરવા પણ એડીઆરએમ ખુસાલ સિંહે સુચના આપી હતી.
જ્યારે આજે અમદાવાદથી જીએમ અનિલ કુમાર ગુપ્તાએ ચિફ પ્રિન્સિપલ સિક્યુરિટી અધિકારી સાથે મળી સૌરાષ્ટ્ર્‌ એક્સપ્રેસ ટ્રેનમાં પોતાનો કોચ જોડી મુંબઇ સુધી ઇન્સ્પેક્શન કર્યું હતું.