અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે મ્યુનિ. કોર્પો. દ્વારા કોરોનાને કાબૂમાં લેવાના તમામ પ્રયાસો નિષ્ફળ નીવડી રહ્યા છે. બીજી તરફ રાજ્ય સરકારની વિનંતીથી એઈમ્સના બે નિષ્ણાંત તબીબોની ટીમ અમદાવાદ દોડી આવી હતી. ત્યારબાદ શહેરમાં સેનિટેશનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. રસ્તાઓ ખાસ પ્રકારના મશીનથી સ્પ્રે કરી સાફ કરાયા હતા તો ક્યાંક ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરાયો હતો તે કોવિડ સેન્ટરમાં ફેરવવામાં આવેલા આસ્ટોડિયા સ્થિત છીપા કોમ્યુનિટી હોલને સેનિટાઈઝડ કરવા ફાયર બ્રિગેડની સ્નોરહેલ વ્હીકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.