અમદાવાદ, તા.૨૧
અમદાવાદ શહેરમાં નવનિર્મિત મોઢેરા સ્ટેડિયમના ઉદઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅને અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ ખાતે પધારનાર હોઈ તા.૨૪મી ફેબ્રુઆરીના રોજ સવારના ૮;૦૦ વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા વૈકલ્પિક માર્ગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જન મેદની એકત્રિત થનાર છે ત્યારે ટ્રાફિકની વ્યવસ્થા સુચારૂરૂપે ચાલે તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ વૈકલ્પિક માર્ગ વ્યવસ્થા દ્વારા ટ્રાફિક નિયમનમાં સહકાર આપવા પોલીસ કમિશનર અમદાવાદ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં રોકાયેલા વાહનો તેમજ ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવરજવરને આ જાહેરનામુ લાગુ પડશે નહી. આ જાહેરનામાના આદેશનો ભંગ કરનાર સામે ભારતીય ફોજદારી ધારાની કલમ -૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર ઠરશે. આ હુકમ અન્વયે અમદાવાદ કમિશન રેટમાં ફરજ બજાવતા ખાસ/ સંયુક્ત /અધિક પોલીસ કમિશનરના દરજજાથી પોલીસ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી /કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર લોકો સામે ફરિયાદ માંડવાઅધિકૃત કરવામાં આવે છે તેમ પોલીસ કમિશનર અમદાવાદ શહેરના જાહેરનામામાં જણાવાયુ છે. પ્રતિબંધિત માર્ગ /વિસ્તારઅનેવૈકલ્પિક માર્ગ/ વિસ્તાર નીચે મુજબ રહેશે.
પ્રતિબંધિત માર્ગ/વિસ્તાર :-
• પાવર હાઉસ સર્કલથી જનપથટીથી વિસત સર્કલથી સીધા ઝુંડાલ સર્કલ સુધીનો માર્ગ,
• પાવર હાઉસ સર્કલથી જનપથટીથી વિસત સર્કલથી તપોવન સર્કલ સુધીનો માર્ગ,
• જનપથટીથી મોટેરા સ્ટેડિયમ મુખ્ય ગેટ થઈ કૃપા રેસિડેન્સી ટી થઈ મોટેરા ટી સુધીનો માર્ગ,
• ન્યુ સીજી રોડ સર્કલથી સંગાથ મોલથી મોટેરા સ્ટેડિમ તરફનો માર્ગ,
• કોટેશ્વર ટીથી સોમનાથ ફાર્મ થઈ કૃપા રેસિડેન્સી સુધીનો માર્ગ,
• દેવર્ષ ફલેટ ટીથી શરણ સ્ટેશન થઈ આશારામ આશ્રમ ચાર રસ્તાથી ક્લબ હાઉસ સુધીનો માર્ગ,
• સરદાર પટેલ રિંગરોડ ઉપરના એપોલો સર્કલથી ભાટ કોટેશ્વર ચાર રસ્તા સુધીનો માર્ગ
• નોબલ ટીથી ઈન્દિરાબ્રિજ સર્કલથી એરપોર્ટ સર્કલ સુધીનો માર્ગ,
• શાહીબાગ ડફનાળાથી એરપોર્ટ સર્કલ સુધીનો માર્ગ,
વૈકલ્પિક માર્ગ/વિસ્તાર :-
• પાવર હાઉસ સર્કલ ધર્મનગર થઈ ઓએનજીસી રોડ થઈ અંદરના માર્ગો ઉપર અવર-જવર કરી શકાશે.
• ચીમનભાઈ બ્રિજ થઈ પ્રબોધરાવળ સર્કલ થઈ રાણીપ ટી થઈ બલોલનગર થઈ જીએસટી ઓવરબ્રિજ થઈ જગતપુરા થઈ એસજી હાઈવે તરફ અવર-જવર કરી શકાશે.
• ચીમનભાઈ બ્રિજ થઈ પ્રબોધરાવળ સર્કલ થઈ રાણીપ ટી થઈ અખબારનગર સર્કલ થઈ ચાંદલોડિયા બ્રિજ થઈ ગોતા બ્રિજ નીચેના ભાગે થઈ એસજી હાઈવે તરફ અવર-જવર કરી શકાશે.
• એપોલો સર્કલ થઈ તપોવન સર્કલથી વિસત ટીથી ઓએનજીસી ચાર રસ્તાથી જનપથ ટી સુધીના માર્ગ પર અવર-જવર કરી શકાશે.
• મોટેરા ટી થઈ રિંગ રોડ તરફ અવર-જવર કરી શકાશે.
• નોબલનગર ટી તરફથી નાના ચિલોડા રિંગ રોડ તરફ તથા ગેલેક્સી અંડરબ્રિજ તરફ અને નરોડા પાટિયા તરફ અવર-જવર કરી શકાશે.
• શાહીબાગ ડફનાળાથી ઘેવર સર્કલ તરફ તથા શાહીબાગ અંડરબ્રિજ તરફ અવર-જવર કરી શકાશે.