કાલુપુર ટાવર

ઈસનપુર

રાજ્યમાં કોરોનાના વધતા કેસો અને તેમાં પણ ખાસ મુખ્ય શહેર એવા અમદાવાદમાં જે રીતે કસો વધી રહ્યા છે તે સરકારી તંત્ર માટે તો ચિંતાનો વિષય છે જ તેની સાથે-સાથે લોકોમાં પણ ભય ફેલાવી રહ્યો છે. કોરોનાના આવી રહેલ કેસ લોકલ ટ્રાન્સમિશનના વધુ હોઈ સરકાર દ્વારા લોકડાઉનના કડક અમલ માટે ક્વાયત હાથ ધરવાની વાતો થઈ રહી છે તે સાથે શહેરમાં કલસ્ટર ક્વોરન્ટાઈનની પ્રક્રિયા હાથ ધરવાનો પણ નિર્ણય લેવાયો હોય આગામી સમયમાં શહેરીજનો માટે લોકડાઉન વધુ કડક બનશે. જો કે, હાલમાં તો લોકડાઉનમાં ક્યાંક કડક તો ક્યાંક નરમ વલણ જોવા મળે છે. ઉપરોક્ત તસવીરો પૈકી કાલુપુર ટાવર પાસે લોકડાઉનના કડક અમલ વચ્ચે ભેંકાર વિસ્તાર જણાય છે તો બીજી તરફ ઈસનપુરમાં લોકડાઉનનો અમલ કેવો થઈ રહ્યો છે તે જણાઈ આવે છે !!!