અમદાવાદ સહિત રાજ્યના ૧૩ જિલ્લાઓમાં પોલીસ અશ્વતાલીમ શાળા શરૂ કરાઈ છે જેમાં ત્રણ મહિનાનો બેઝિક કોર્સ ત્યારબાદ ત્રણ મહિનાનો એડવાન્સ કોર્સ થકી તાલીમ આપવામાં આવશે. ઘોડે સવારી રોમાંચની સાથે શિસ્ત, સંયમ અને સજ્જતાની પણ અનુભૂતિ કરાવે છે. શુક્રવારે અમદાવાદ ઘોડા કેમ્પ ખાતે પોલીસ અશ્વતાલીમ શાળા-પોલીસ હોર્સ રાઈડિંગ ક્લબનું ઉદ્‌ઘાટન ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતાસિંહ, અમદાવાદના મેયર બિજલ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.