નવી દિલ્હી, તા.ર૭
ભારતના અમનપ્રીતસિંહે આઈએસએસએફ વિશ્વકપ ફાઈનલમાં પોતાના પદાર્પણ વર્ષમાં જ કાંસ્યચંદ્રક જીત્યો પણ સ્ટાર શૂટર જીતુ રાય અને પ્રતિયોગિતાના ચોથા દિવસે નિરાશ કર્યા વિશ્વકપનો રજતચંદ્રક વિજેતા અમનપ્રીતે પુરૂષોની પ૦ મીટર પિસ્ટલમાં ર૦ર-ર પોઈન્ટ બનાવી કાંસ્યચંદ્રક જીત્યો. જીતુરાય ૧ર૩-ર પોઈન્ટ જ બનાવી શક્યો અને સાત શૂટરોની ફાઈનલમાં અંતિમ સ્થાને રહ્યો. સર્બિયાના દામિર મિકેચે આ ઓછા સ્કોરવાળી પણ રોમાંચક ફાઈનલમાં રર૯-૩ પોઈન્ટ બનાવી સુવર્ણ જ્યારે યુક્રેનના ઓલેહ એમેલચકે રર૮-૦ પોઈન્ટની સાથે રજતચંદ્રક જીત્યો, અમનપ્રીતે કાંસ્યચંદ્રકની હરિફાઈમાં તુર્કીના યુસુફ અને સર્બિયાના દિમિત્રી ગિરગિચને પાછળ પાડ્યા, આઈએસએસએફ વિશ્વકપના પ્રથમ રાઉન્ડમાં અમનપ્રીતે આજ સ્પર્ધામાં રજતચંદ્રક જ્યારે જીતુ રાયે સુવર્ણચંદ્રક જીત્યો હતો.