(એજન્સી) પેલેસ્ટીન, તા.૨૬
હમાસ નેશનલ રિલેશન ઓફિસના વડા હોસમ બદરાને એમની અધિકૃત વેબસાઈટ ઉપર એક નિવેદન પ્રકાશિત કરી જણાવ્યું છે કે અમુક આરબ દેશો “વીટો”નું અસ્તિત્વ ધરાવે છે, જેઓ અમને પેલેસ્ટીન લિબરેશન ઓર્ગેનાઈઝેશન સાથે જોડતા અટકાવવા પ્રયાસો કરે છે. પણ અમે બધાને જણાવીએ છીએ કે હમાસ કબ્જા કરનારાઓની આક્રમકતાના લીધે અસર પામશે નહીં, પોતાના દુશ્મનો અથવા જેઓ અમારી નજીક છે એમનાથી અમને કોઈ અસર થશે નહીં. અમે પોતાની સ્થિતિથી પાછા વળીશું નહિ અને મક્કમ રહીશું. પીએલઓની સ્થાપના ૧૯૬૪માં થઇ હતી, જેમનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ પેલેસ્ટીન તરફે રજૂઆત કરવાનો હતો. બદરાને કહ્યું કે આ સમયે લેવાતા આ અને અન્ય પગલાંઓ લેવાનો ઇઝરાયેલનો ઉદ્દેશ્ય એ છે કે તેઓ અમને જણાવવા માંગે છે કે આરબ દેશો અમારી સાથે સંબંધ સામાન્ય કરી રહ્યા છે જેથી તેઓ એ પુરવાર કરવા માંગે છે કે તમને આરબ દેશોએ પણ છોડી દીધા છે. એમણે કહ્યું કે અમે જાણીએ છીએ કે અમારા દેશના મોટા ભાગના લોકો પેલેસ્ટીન અને પેલેસ્ટીનના મુદ્દા સાથે જ છે અને સામાન્ય સંબંધો સ્થાપિત કરવાવાળા પેલેસ્ટીની વસ્તી અને એમના વિચારોનું પ્રતિનિધિત્વ કરતા નથી. ઓગસ્ટના મધ્ય ભાગથી અમેરિકાના દબાણ હેઠળ ચાર આરબ દેશોએ ઇઝરાયેલ સાથે સંબંધો સામાન્ય બનાવ્યા છે. જેમાં યુએઈ બેહરીન, સુદાન અને મોરોક્કો છે. બદરાને જણાવ્યું હતું કે “પેલેસ્ટીની નેતૃત્વના ઇઝરાયેલ સાથે સહકાર ફરી શરૂ કરવાના નિર્ણયથી સમાધાનના પ્રયત્નો નિષ્ફળ થયા અને હમાસ અને ફતહ વચ્ચેના સંબંધો જ નહીં, પેલેસ્ટીની સંબંધોના સંતુલનને પણ ખલેલ પહોંચાડ્યું છે.” તેમણે એમ પણ ધ્યાન દોર્યું કે “સમાધાન પ્રાપ્ત કરવામાં નિષ્ફળતા તેને પ્રાપ્ત કરવાના પ્રયત્નોને બંધ કરતી નથી.” હમાસના અધિકારીએ કહ્યું કે, “પેલેસ્ટીન લિબરેશન ઓર્ગેનાઇઝેશનને પુનર્ગઠન અને પુનર્જીવિત કરવા હમાસ ફતહ સાથે વાતચીતને વધુ તીવ્ર બનાવી રહ્યું છે.”
Recent Comments