(એજન્સી) નવી દિલ્હી, તા. ૨
જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રામાં આતંકી હુમલાનું જોખમ મંડરાઈ રહ્યું હોવાનો સેનાએ દાવો કર્યો છે. જમ્મુ-કાશ્મીર સરકારે એડવાઈઝરી જાહેર કરીને યાત્રા અટકાવી દીધી છે, યાત્રિઓને પાછા મોકલવાની સૂચના આપી દેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, સુરક્ષાદળોને અમરનાથ યાત્રાના રૂટ પર સર્ચ ઓપરેશન દરમિયાન રાયફલ મળી છે, ત્યારબાદ યાત્રા અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોના વધુ ૨૮ હજાર જવાન મોકલવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીર સરકારના ગૃહ વિભાગ તરફથી જાહેર કરાયેલ એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, અમરનાથ યાત્રા પર આતંકી હુમલાના ઈનપુટ મળતા અને કાશ્મીરની સુરક્ષા વધારવાના આશયથી અમરનાથ યાત્રિઓ અને પર્યટકોની સુરક્ષાને ધ્યાને લઈ ઘાટીમાં તાત્કાલિક પ્રભાવથી તમામ પ્રકારની યાત્રાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અમરનાથ યાત્રીઓને સલાહ આપવામાં આવી છે કે, પોતાના યાત્રાને તુરંત અટકાવી વહેલામાં વહેલી તકે ઘાટી છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે આ ઉપરાત પર્યટકોને પણ કાશ્મીર છોડવાની સલાહ આપવામાં આવી છે. લેફ્ટિનેંટ જનરલ કેજેએસ ધિલ્લને કહ્યું કે, ’મારી તમામ માતાઓ અને બહેનોને ભલામણ છે કે ધ્યાન આપો કે આપનું બાળક જો ૫૦૦ રૂપિયા લઇને જો પથ્થર ફેંકે છે તો તે આવતી કાલનો આતંકી છે. પકડવામાં આવેલ અથવા તો મારવામાં આવેલ આતંકીઓમાંથી ૮૩ ટકા આવા જ છે.’ તેઓએ કહ્યું કે, અમરનાથના રસ્તામાં દૂરબીન સાથે સ્નિપર રાઇફલ પણ જપ્ત કરવામાં આવી. ત્યાર બાદ જમ્મુ અને કશ્મીરના ડીજીપી દિલબાદ સિંહે કહ્યું કે, ’આતંકી જમ્મુ કશ્મીરમાં ઘુસણખોરીની કોશિશ કરતા રહ્યાં છે પરંતુ અમારા સુરક્ષાદળોએ તેને નિષ્ફળ કરી દીધાં. અમે ઇચ્છીએ છીએ કે કશ્મીરના યુવા અમારી સહાયતા કરે અને આતંકવાદીઓની મદદ ન કરે અને તેમના માં બાપ પણ તેને સાચી દિશા આપે.
અમરનાથ યાત્રા ખોરવી નાખવા પાક.ના પ્રયાસના ગુપ્તચર અહેવાલ ; રૂટ પર સુરંગ, સ્નાઇપર રાઇફલ મળી આવી
ભારતીય સેનાએ શુક્રવારે ખુલાસો કર્યો હતો કે, પાક્કી ગુપ્તચર માહિતી છે કે, પાકિસ્તાન અમરનાથ યાત્રાને ખોરવવાના પ્રયાસ કરી રહ્યું છે અને અમરનાથ યાત્રાના રૂટ પરથી સુરંગ અને હથિયાર મળી આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, ષડયંત્રમાં પાકિસ્તાન સામેલ છે અને કેટલાક આતંકવાદીઓ પાસેથી જપ્ત કરાયેલા હથિયારોમાં પાકિસ્તાની સેનાના સુરંગ વિસ્ફોટકો અને અમેરિકી ગન મળી આવી છે. સૈન્ય અધિકારી કેએસ ધિલ્લને કહ્યું કે, હું તમામ માતાઓ અને બહેનોને અપીલ કરૂં છું કે તમારા બાળકોને પથ્થરબાજીથી દૂર રાખો. આતંકવાદી ઘટનાઓમાં સામેલ થનારા યુવકો ૮૩ ટકા પથ્થરબાજીની ઘટનાઓમાં સામેલ હતા. જો આજે તમારૂં બાળક ૫૦૦ રૂપિયા લઇને સુરક્ષા દળો પર પથ્થર ફેંકે છે તો તે આવતીકાલે આતંકવાદી પણ બની શકે છે. ધિલ્લને પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, એલઓસી પર હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગસિંહે જણાવ્યું કે, ખીણમાં જમ્મુ ક્ષેત્રમાં સક્રીય આતંકવાદીઓની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે.
Recent Comments