(સંવાદદદાતા દ્વારા)
અંકલેશ્વર, તા.૨૫
અંકલેશ્વર તાલુકાનાં ખરોડ ગામ પાસે એક બંધ પડેલ ખંડેર મકાનમાં એક આધેડ ની કરપીણ હત્યા કરેલી લાશ મળી આવી હતી, મૃતકને ગળે ખાટલાની પાટી વડે ટુંપો આપવામાં આવ્યો હતો, અને હત્યા કરનારે તીક્ષ્ણ હથિયાર તેમજ પથ્થર વડે મોઢાનાં ભાગે ઈજાઓ કરીને ઘટનાને અંજામ આપ્યો હતો. મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર નાં અમરેલી ખાતે આવેલ ભીમ કી મંડી ગામ નાં દિલીપ ઉર્ફે જેસીંગભાઇ મધાભાઇ બારીયા તેઓ અમરેલી ખાતે રહેતા હતા. ત્યાંથી ત્રણ દિવસ અગાઉ દિલીપ બારૈયા ગુમ થયાની પણ પોલીસમાં જાણ કરવામાં આવી હતી. તેમના પત્ની હંસાબેનને સોશિયલ મીડિયા મારફત ફોટા બતાવવામાં આવ્યા હતા. જેથી તેમને તેમના પતિ જ હોવાનું જણાવ્યું હતુ. પોલીસે હંસાબેનને પૂછતા તેઓએ જણાવ્યુ હતુ કે દિલીપભાઈને ગળાનાં ભાગ કેન્સર હોવાના કારણે તેઓની સુરત ખાતે સારવાર ચાલુ હતી. ત્યાંથી તેઓને વધુ સારવાર માટે અમદાવાદ જવા માટે ડોક્ટરે જણાવ્યુ હતુ. અંકલેશ્વર તાલુકા પોલીસે ત્રણ દિવસ અગાઉ ગુમ થયેલ દિલીપ બારૈયા અંકલેશ્વર કઈ રીતે પહોંચ્યા તે અંગેની તપાસ શરૂ કરી હતી , તેમજ તેમની સાથે અન્ય કોણ હતા અને તેમની હત્યા અંગેનો ભેદ ઉકેલવાનાં તાલુકા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.